Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Love showered on son Chaitanya

PHOTOS: સસરા નાગાર્જુને શોભિતા ધુલીપાલાનું પરિવારમાં સ્વાગત કર્યું, પુત્ર ચૈતન્ય પર વરસાવ્યો પ્રેમ

Timeછેલ્લું અપડેટ : 05 Dec 2024
લાઇવ ટીવીGoogle News
PHOTOS: સસરા નાગાર્જુને શોભિતા ધુલીપાલાનું પરિવારમાં સ્વાગત કર્યું, પુત્ર ચૈતન્ય પર વરસાવ્યો પ્રેમ

નાગા ચૈતન્યએ આખરે શોભિતા ધુલીપાલાને પોતાની ધર્મપત્ની બનાવી લીધી છે. બંનેએ 4 ડિસેમ્બર 2024ના રોજ, બુધવારે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતાં. બંનેએ સાદગીપૂર્ણ રીતે તેમની નવી સફર શરૂ કરી. અભિનેત્રીના સસરા અને અભિનેતાના પિતા અને સુપરસ્ટાર નાગાર્જુને લગ્નની તસવીરો શેર કરી છે. અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. સાથે તેમણે લાંબી પોસ્ટ પણ કરી હતી.

App Store

આ પણ વાંચો: શું લગ્ન પછી ફિલ્મોમાં કામ કરશે શોભિતા ધુલીપાલા? નાગા ચૈતન્યએ કહ્યું- 'દરેક તેલુગુ પરિવારની જેમ...'

નાગાર્જુને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું મારા પ્રિય ચાયને અભિનંદન, અને પ્રિય શોભિતા પરિવારમાં આપનું સ્વાગત છે – તમે અમારા જીવનમાં પહેલેથી જ ઘણી બધી ખુશીઓ લાવ્યા છો.

નાગાર્જુને ચૈતન્ય અને શોભિતાનો ફોટો શેર કર્યો છે

ANR ગુરુની પ્રતિમાનો ઉલ્લેખ કરતા નાગાર્જુને કહ્યું કે આ લગ્ન વધુ ખાસ બની જાય છે કારણ કે તેમણે તેમને આશીર્વાદ પણ આપ્યા છે, 'એવું લાગે છે કે તેમનો પ્રેમ અને માર્ગદર્શન આ યાત્રાના દરેક પગલા પર અમારી સાથે છે. આજે આપણા પર વરસેલા અસંખ્ય આશીર્વાદો માટે હું આભાર વ્યક્ત કરું છું.