Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Will Sobhita Dhulipala continue working in films after marriage

શું લગ્ન પછી ફિલ્મોમાં કામ કરશે શોભિતા ધુલીપાલા? નાગા ચૈતન્યએ કહ્યું- 'દરેક તેલુગુ પરિવારની જેમ...'

Timeછેલ્લું અપડેટ : 03 Dec 2024
લાઇવ ટીવીGoogle News
શું લગ્ન પછી ફિલ્મોમાં કામ કરશે શોભિતા ધુલીપાલા? નાગા ચૈતન્યએ કહ્યું- 'દરેક તેલુગુ પરિવારની જેમ...'

નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલ 4 ડિસેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેના આ ભવ્ય લગ્ન માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. શોભિતા ધૂલીપાલા પણ લગ્ન પહેલાના ફંક્શનણીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. નાગા ચૈતન્યએ હાલમાં જ લગ્નને લઈને પોતાની એક્સાઈટમેન્ટ શેર કરી છે. આ સાથે તેણે એ સવાલનો પણ જવાબ આપ્યો કે શોભિતા લગ્ન પછી ફિલ્મોમાં કામ કરશે કે નહીં.

App Store

આ પણ વાંચો: 'કદાચ આ એક PR સ્ટ્રેટજી...', વિક્રાંત મેસીના એક્ટિંગ છોડવા પર બોલ્યો કો-સ્ટાર, આમિર સાથે કરી સરખામણી

શોભિતા લગ્ન પછી ફિલ્મો કરશે?

એક ઇન્ટરવ્યુમાં નાગા ચૈતન્યએ આ સવાલનો જવાબ આપતા કહ્યું- 'હા, બિલકુલ.' આ સિવાય નાગા ચૈતન્યએ શોભિતાના પરિવાર વિશે કહ્યું - દરેક તેલુગુ પરિવારની જેમ શોભિતાનો પરિવાર પણ ખૂબ સંસ્કારી અને પ્રેમાળ છે. મને પુત્રની જેમ જ ટ્રીટ કરે છે. શોભિતા એક પારિવારિક છોકરી છે. અમે સાથે મળીને ઘણા તહેવારો ઉજવ્યા છે. મને લાગે છે કે સમય સાથે અમારું બંધન વધુ સારું અને મજબૂત બનશે.

તમને જણાવી દઈએ કે લગ્ન પછી નાગા ચૈતન્ય પાસે ઘણા પ્રોજેક્ટ છે. તે 'થાંદેલ'માં જોવા મળશે. તે 7 ફેબ્રુઆરી 2025ના રોજ રિલીઝ થશે. તેની પાસે એક અનટાઈટલ પ્રોજેક્ટ પણ છે.

શોભિતા ધુલીપાલા આ ફિલ્મોમાં જોવા મળી હતી

શોભિતાની વાત કરીએ તો તે છેલ્લે 'લવ સિતારા'માં જોવા મળી હતી. તેમાં તેણે સિતારાનો રોલભજવ્યો હતો. તેણે 'મંકી મેન', 'પોનીયિન સેલવાન', 'મેજ'ર, 'કુરુપ', 'ધ બોડી', 'રમન રાઘવ 2.0', 'ગુડચારી', 'શેફ' જેવી ફિલ્મો કરી છે. આ સિવાય 'મેડ ઈન હેવન' વેબ સિરીઝથી તેને નામના મળી હતી. આ સિરીઝમાં તે તારા ખન્નાના રોલમાં હતી. તેણે 'બાર્ડ ઓફ બ્લડ' અને 'ધ નાઈટ મેનેજર'માં પણ કામ કર્યું છે. 'ધ નાઈટ મેનેજ'રમાં તેનો બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો.