VIDEO: જેલમાં ડિવોર્સના સમાચારથી ભાંગી પડ્યો હતો શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા: જીવન ટૂંકાવવાનો હતો અને...
રાજ કુંદ્રાની વર્ષ 2021માં પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને આ દરમિયાન તેમણે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું. હવે રાજે તે સમયના કિસ્સા વિશે વાત કરી અને જણાવ્યું કે કેવી રીતે તે જેલમાં હતાં ત્યારે પરેશાન થઈ ગયા હતા જ્યારે તેને સમાચાર મળ્યા કે શિલ્પા તેમનાથી અલગ થઈ રહી છે અને હવે છૂટાછેડા લઈ રહી છે.
ધરપકડ વિશે પોલીસ સ્ટેશનમાં ખબર પડી
રાજે ધરપકડ અંગે વાત કરતા કહ્યું, ‘મને સવાલ પૂછવા માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો અને હું ત્યાં ગયો હતો. જેવા જ હું ત્યાં ગયો મેં X (ટ્વિટર) પર વાંચ્યું કે મારી ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે મેં પોલીસ ઓફિસરને પૂછ્યું તો તેમણે કહ્યું હા આ જ ઓર્ડર છે.’
શિલ્પાને પણ ન્યૂઝ દ્વારા ખબર પડી
રાજે જણાવ્યું કે શિલ્પાને પણ તેની ધરપકડ થવા વિશે ન્યૂઝ દ્વારા ખબર પડી હતી. તેના મતે, 'શિલ્પાને પણ ન્યૂઝ દ્વારા મારી ધરપકડ થવાની ખબર પડી હતી. તે સમયે મારો બિઝનેસ ઈન્ડિયામાં ચાલી રહ્યો હતો જેમાં 4000 લોકો કામ કરી રહ્યા હતા. શિલ્પા બોલતી રહી કે હું કેવી રીતે બધું મેનેજ કરીશ? ત્યાં જ મને કહેવામાં આવ્યું કે મારે 63 દિવસ જેલમાં રહેવું પડશે, પરંતુ મને ખબર નહોતી કે આમાં હજુ કેટલો સમય લાગશે.'
રાજના જણાવ્યા અનુસાર, શિલ્પાએ નક્કી કર્યું હતું કે તે બિઝનેસને જ બંધ કરી દેશે નહિ કે તેને ચલાવશે. તેના મતે, 'મારું મગજ કામ નહોતું કરી રહ્યું. હું એક દિવસે આઈપીએલ ટીમનો માલિક હતો અને બીજા જ દિવસે હું જેલના સળિયા પાછળ હતો. જ્યારે હું બહાર આવ્યો ત્યારે હું ખૂબ ખુશ થયો હતો કારણ કે મેં ફરી બધું એક ફ્રેશ સ્ટાર્ટ કર્યું.'
જ્યારે રાજ પાસે આવ્યા છૂટાછેડાના સમાચાર
રાજે જણાવ્યું કે કેવી રીતે તેઓ જેલમાં છૂટાછેડાના સમાચારોથી તૂટી ગયા હતા. તે બોલ્યો, 'હું જેલમાં જેમ-તેમ કરીને મેનેજ કરી રહ્યો હતો. પરંતુ પછી એક દિવસ મારી પાસે સમાચાર આવ્યા મીડિયા દ્વારા કે એવી અફવા છે કે શિલ્પા રાજ કુંદ્રાને છોડી રહી છે અને બંનેના છૂટાછેડા થઈ રહ્યા છે.'
જીવન ટૂંકાવવા માગતા હતા રાજ કુંદ્રા
રાજે જણાવ્યું કે આ સમાચારે તેને એટલો પરેશાન કર્યો હતો કે તે ઊંઘી શક્યો નહીં અને તેને લાગ્યું કે તે હવે મરી જશે. તે બોલ્યો, 'મને લાગ્યું હવે જીવવાનો કોઈ ફાયદો નથી કારણ કે મારા માટે મારી પત્ની અને મારા પરિવારથી વધારે કંઈ મહત્વનું નથી.'
શિલ્પાએ કહ્યું હું તારી સાથે છું
રાજ પછી બોલ્યા, 'મેં બીજા દિવસે શિલ્પા સાથે ફોન પર વાત કરી અને તેમણે કહ્યું કે આ બધું બકવાસ છે. હું તારી સાથે છું અને તારા પર વિશ્વાસ કરું છું. તે કોલ પછી મને ખૂબ શક્તિ મળી હતી. મેં પછી કહ્યું કે તોડો જેટલું તોડવું હોય, પરંતુ મારી પત્ની મારી સાથે છે અને હવે મને કોઈ ફરક નથી પડતો.'

