VIDEO: ઇમરાન ખાનને મોટી રાહત: પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ખાનગી જેલમાંથી હોસ્પિટલમાં ખસેડવાનો આપ્યો આદેશ
સોર્સ : gstv
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ પાર્ટીના પ્રમુખ ઇમરાન ખાનના બગડતા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દેશની સુપ્રીમ કોર્ટે તેમને જેલમાંથી ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો મોટો આદેશ આપ્યો છે..પક્ષના પ્રવક્તા નઈમ હૈદર પંજુથાના જણાવ્યા અનુસાર, ૭૩ વર્ષીય ઇમરાન ખાનને આગામી ૪૮ કલાકમાં શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે અને તેઓ ૧૬ સપ્ટેમ્બર સુધી ત્યાં જ રહેશે...ઓગસ્ટ ૨૦૨૩થી જેલમાં બંધ ઇમરાન ખાનની દ્રષ્ટિ અને સ્વાસ્થ્ય છેલ્લા કેટલાક સમયથી સતત કથળી રહ્યા હતા. પરિવાર અને વકીલો દ્વારા લાંબા સમયથી તેમની યોગ્ય તબીબી સારવારની માંગ કરવામાં આવી રહી હતી, જેને અંતે કોર્ટે સ્વીકારી લીધી છે.

