VIDEO: વડોદરા સેન્ટ્રલ જેલમાં ચૈતર વસાવાને મળશે કેજરીવાલ અને ભગવંત માન, ઓચિંતી મુલાકાતથી ગરમાયું રાજકરણ
સોર્સ : gstv
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વડોદરાની મુલાકાતે આવ્યા છે. બંને નેતાઓ આવતીકાલે બપોરે વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને મળવાના છે. કેજરીવાલ અને ભગવંત માનની આ ઓંચિતી મુલાકાતને લઈને ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. બંને નેતાઓ આવતા એરપોર્ટ પર આપના કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું છે.

