Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Uproar after finding hairs in dal, paneer vegetables in dhaba on Dabhoi Road, Vadodara

VIDEO: વડોદરાના ડભોઇ રોડના ઢાબામાં દાળમાંથી મકોડો, પનીરના શાકમાં વાળ મળતાં હોબાળો

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના છેવાડે આવેલા ડભોઇ રોડ પર ગરવાસા ચોકડી નજીક શ્રી ક્રિષ્ના કાઠીયાવાડી ઢાબામાં ભોજનની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે. ગ્રાહકના આક્ષેપ મુજબ દાળમાંથી મકોડો અને પનીરના શાકમાંથી વાળ મળી આવ્યા હતા. ઘટનાને પગલે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઢાબામાં જ્યાં રસોઈ બનાવવામાં આવે છે ત્યાં પણ ગંદકી હોવાના આક્ષેપ થયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ ચાણોદ-કરનાળી તરફ જતા મુસાફરો અને યાત્રાળુઓ આ માર્ગે ભોજન કરતા હોવાની વાત વચ્ચે ખોરાકની સ્વચ્છતા સામે સવાલો ઉભા થયા છે. ગ્રાહકે ફરિયાદ કરતાં સંચાલક દ્વારા ‘બાય મિસ્ટેક થઈ ગયું’ એવો જવાબ અપાયો હોવાનો દાવો છે. હવે આરોગ્ય વિભાગ આ મામલે તપાસ કરી ઢાબા સામે શું કાર્યવાહી કરે છે, તેના પર સૌની નજર છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News