VIDEO: વડોદરાના પૌરાણિક મોટનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે ઉમટ્યા ભક્તો, સ્વયંભૂ શિવલિંગની વિશેષ આસ્થા
સોર્સ : gstv
વડોદરા શહેરના હરણી રોડ પર આવેલું સદીઓ જૂનું અને પૌરાણિક મોટનાથ મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું અનોખું કેન્દ્ર છે. અહીં બિરાજમાન ભગવાન શિવનું શિવલિંગ સ્વયંભૂ હોવાની માન્યતાને કારણે શ્રાવણ માસ દરમિયાન વડોદરા જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. વહેલી સવારથી જ ભક્તો જળ, દૂધ અને બિલિપત્ર અર્પણ કરી 'હર હર મહાદેવ'ના જયઘોષ સાથે પરિવારની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરે છે. પૌરાણિક પરંપરાઓથી જોડાયેલું આ પવિત્ર ધામ ભક્તો માટે માત્ર ધાર્મિક સ્થળ નહીં પરંતુ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવતું વિશેષ કેન્દ્ર બની રહે છે.

