Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara's Atladara Swaminarayan Temple witnessed a unique fusion of patriotism with devotion to God.

VIDEO: વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિરે પ્રભુભક્તિ સાથે દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો

Timeછેલ્લું અપડેટ : 15 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરામાં પ્રભુભક્તિ સાથે દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિર, અટલાદરા ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. મંદિરના પૂજ્ય સંતો અને ભક્તો દ્વારા શણગાર આરતી બાદ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમમાં ભાગ લેવામાં આવ્યો હતો. મંદિરના પટાંગણમાં મોટી સંખ્યામાં સંતો, ભાવિક ભક્તો અને બાળકો એકત્ર થયા હતા. સૌએ સાથે મળીને રાષ્ટ્રધ્વજ ફરકાવી ભારતની આન, બાન અને શાન સમા તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે દેશની સતત પ્રગતિ, ઉન્નતિ અને સમગ્ર વિશ્વમાં શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News