Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Clashes between two groups over vehicle parking under Vadodara's Vadsar Bridge

VIDEO: વડોદરાના વડસર બ્રિજ નીચે વાહન પાર્કિંગ મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના વડસર બ્રિજ નીચે આવેલા આર.કે. ફિટનેસ જીમ પાસે વાહન પાર્કિંગ બાબતે બોલાચાલી બાદ બે જૂથ વચ્ચે ઉગ્ર મારામારીથઈ હતી... સીસીટીવી વાઇરલ થતાં ચકચાર મચી ગઈ છે, જેમાં લાકડાના ડંડાથી હુમલો કરાયાનો આક્ષેપ છે. આ હુમલામાં જીમ સંચાલક રોશન કુશવાહાને માથાના ભાગે ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી અપાયાનો પણ આક્ષેપ છે. પરિવારજનોએ વચ્ચે પડી તેમને છોડાવ્યા હતા. સામા પક્ષે પણ રોશન સહિતના લોકો સામે ગડદાપાટુનો માર માર્યાનો આક્ષેપ કરાયો છે. બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવતા માંજલપુર પોલીસે સીસીટીવી ફૂટેજ અને પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

App Store