VIDEO: વડોદરાના મકરપુરામાં ST બસ અને એક્ટિવા અકસ્માતમાં કિશોરનું મોત
સોર્સ : gstv
વડોદરાના મકરપુરા ST ડેપો સામે અકસ્માતની ઘટના સામે આવી છે. ST બસ અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં 15 વર્ષીય કિશોરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં માંજલપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ફોરેન્સિક વિભાગની ટીમે પણ સ્થળ પર પહોંચી મહત્વના પુરાવાઓ એકત્રિત કર્યા હતા. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે પોલીસે વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખી વધુ તપાસ હાથ ધરી છે.

