VIDEO: વડોદરાના સાવલી તાલુકાના આસોજ ગામમાં પાણી પુરવઠા વિભાગની ઓફિસમાં શોર્ટસર્કિટથી આગ
સોર્સ : gstv
વડોદરાના સાવલીના આસોજ ગામમાં ગ્રામ પંચાયતના પાણી પુરવઠા વિભાગની ઓફિસ બહાર વીજ મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.. આગની જ્વાળાઓ જોઈ સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ઘટનાની જાણ થતાં ડેપ્યુટી સરપંચે તરત જ વાયરમેનને જાણ કરી હતી. વાયરમેને સમયસૂચકતા વાપરી તુરંત વીજ પુરવઠો બંધ કરી દીધો હતો, જેના કારણે થોડા જ સમયમાં આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી અને સમયસરની સતર્કતાથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

