મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'મહારાજ'માં 'ચરણ સેવા' સીન પછી એક્ટ્રેસની થઈ હતી આવી હાલત, ખુદ શાલિની પાંડેએ જણાવ્યું

અત્યારે OTT પર રિલીઝ થયેલી ફિલ્મ 'મહારાજ'ને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ

'મહારાજ'માં 'ચરણ સેવા' સીન પછી એક્ટ્રેસની થઈ હતી આવી હાલત, ખુદ શાલિની પાંડેએ જણાવ્યું

અત્યારે OTT પર રિલીઝ થયેલી ફિલ્મ 'મહારાજ'ને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ YRF ફિલ્મમાં જયદીપ અહલાવત, શરવરી વાઘ ઉપરાંત શાલિની પાંડે પણ જોવા મળી છે. આમિર ખાનના દીકરા જુનૈદ ખાને આ ફિલ્મથી ડેબ્યૂ કર્યું છે, જેમાં તેણે કરસનદાસ મુળજીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં શાલિની પાંડે તેની મંગેતરની ભૂમિકામાં જોવા મળી છે. ફિલ્મમાં શાલિનીને જોઈને લોકો તેની સરખામણી આલિયા ભટ્ટ સાથે કરી રહ્યા છે. લોકોએ તો ત્યાં સુધી કહ્યું કે, એવું લાગે છે કે આલિયાએ શાલિની માટે ડબ કર્યું છે. શાલિનીએ પોતાની ફિલ્મ વિશે વાત કરતા કહ્યું છે કે જ્યારે તેણે પહેલીવાર તેના પાત્ર વિશે વાંચ્યું ત્યારે તેને તેનું પાત્ર કેટલું મૂરખ લાગ્યું હતું.

આ ફિલ્મમાં લોકોની અંધ ભક્તિ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે, કેવી રીતે લોકો મનુષ્યોને ભગવાનનું સ્થાન આપે છે અને પછી સાચા અને ખોટા વચ્ચેનો તફાવત ભૂલી જાય છે. આ ફિલ્મમાં જયદીપ અહલાવત સ્વયંભૂ ધર્મગુરુ મહારાજની ભૂમિકામાં જોવા મળે છે, જેમણે 1800ના દાયકાના ગોડમેનની ભૂમિકા ભજવી છે. તેમણે લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે તે ભગવાનના સ્વરૂપ છે. 1862ના મહારાજ બદનક્ષી કેસ પર આધારિત, જયદીપ અહલાવતે વલ્લભાચાર્ય સંપ્રદાયના વડાઓમાંના એક યદુનાથજી બ્રિજરતનજી મહારાજ (જેજે)ની ભૂમિકા ભજવી છે, જેઓ આદર અને ભક્તિના નામે તે શહેરના ઘરોની મહિલાઓ સાથે શારીરિક સંબંધો બાંધે છે અને તેને 'ચરણ સેવા' નામ આપવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, ત્યાંની મહિલાઓ અને પુરૂષો બંને આ કાર્યને પવિત્ર દ્રષ્ટિકોણથી જુએ છે અને જેજેમાં 'ચરણ સેવા' માટે જતી મહિલાના ઘરે મીઠાઈઓ તૈયાર કરવામાં આવે છે. શાલિની પણ આ બનાવેલી પરંપરાની અંધભક્ત છે અને જ્યારે તેને સત્ય સમજાયું ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું.

શાલિનીએ કહ્યું- કિશોરીનું પાત્ર મૂર્ખ લાગતું હતું

બોલિવૂડ હંગામા સાથે વાત કરતી વખતે શાલિનીએ કહ્યું કે, તે આ સીનથી ખૂબ જ નારાજ છે. શાલિનીએ કહ્યું કે, જ્યારે તેણે તેને પહેલીવાર વાંચ્યું ત્યારે તેને લાગ્યું કે તેનું પાત્ર મૂર્ખ છે, પરંતુ બાદમાં તેને સમજાયું કે એવું નથી. જેજેને ખાતરી હતી કે 'ચરણ સેવા' પવિત્ર છે અને આ જ કારણ હતું કે સમાજ તેની તરફ આંખ આડા કાન કરે છે. શાલિનીએ કહ્યું, 'જ્યારે મેં મહારાજ સાથે ચરણ સેવા સીન શૂટ કર્યો ત્યારે મને ખ્યાલ નહોતો કે તેની શું અસર થશે. પરંતુ જ્યારે આ દ્રશ્ય શૂટ થઈ ગયું ત્યારે હું અચાનક બહાર આવી અને મારી ટીમને કહ્યું - ‘હું બંધ રૂમમાં રહેવા માગતી નથી, મારે સમય જોઈએ છે, મને થોડી તાજી હવા જોઈએ છે, હું થોડી પરેશાન છું.’

તદ્દન અલગ છે રિયલ લાઇફમાં તેની આઇડિયોલોજી 

શાલિનીએ જણાવ્યું કે, તેણે ડિરેક્ટર સિદ્ધાર્થ પી. મલ્હોત્રા અને તેના કો-સ્ટાર જયદીપને આ સીન વિશે જણાવ્યું અને તેઓ પણ તેની સમસ્યા સમજી ગયા. આ વિશે વાત કરતાં શાલિનીએ કહ્યું કે, વાસ્તવિક જીવનમાં તેની વિચારધારા એકદમ અલગ છે અને જ્યારે તેણે પહેલીવાર કિશોરીના પાત્ર વિશે વાંચ્યું ત્યારે તેને તે ખૂબ જ મૂર્ખ લાગી હતી.

'જ્યારે હકીકત ખબર પડ છે ત્યારે તે વસ્તુઓ તમને તોડી નાખે છે'

ફિલ્મમાં ખૂબ જ નિર્દોષ અને સ્વીટ પાત્ર કિશોરીએ કહ્યું, 'જ્યારે મેં તે વાંચ્યું ત્યારે મને લાગ્યું કે તે મૂર્ખ છે પરંતુ પછી મને સમજાયું કે તે મૂર્ખ નથી, તે વધુ સારી રીતે જાણતી નથી. તે જે કરી રહી હતી તેમાં વિશ્વાસ કરવા માટે તેને એ રીતે ઉછેરવામાં આવી હતી. પરંતુ જ્યારે તે એ કરે છે, ત્યારે અનુભવે છે અને તેના વિશે વિચારે છે, ત્યારે તે તમને તોડી નાખે છે. પછી તમે સમજો છો કે તે મૂર્ખ નથી. મને આશા છે કે, તે જાણતી હશે કે તેની સાથે શું થઈ રહ્યું છે.

આ સમાચાર શેર કરો