દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓને મળ્યો શાહરૂખ ખાન, કેપ્ટન રિષભ પંતને ગળે લગાવ્યો, વાયરલ VIDEOએ જીત્યા ફેન્સના દિલ
ગઈકાલે ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2024માં, શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ

ગઈકાલે ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2024માં, શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં KKR એ DCને 106 રનથી હરાવ્યું હતું. આ હાર બાદ રિષભ પંતના ચાહકો નિરાશ જોવા મળ્યા હશે. પરંતુ હવે એક વીડિયો સામે આવ્યો છે જેણે ફેન્સને ખુશ કરી દીધા છે. વાસ્તવમાં, મેચ બાદ બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાન દિલ્હી કેપિટલ્સની ટીમને મળતો જોવા મળ્યો હતો. તે કેપ્ટન રિષભ પંતને ગળે લગાવતો જોવા મળ્યો હતો.
SRK લાઈવ મેચ જોવા માટે મેનેજર પૂજા દદલાની સાથે VIP ગેલેરીમાં હાજર હતો. જીત બાદ તેના ચહેરા પર જ નહીં પરંતુ તેના ફેન્સના ચહેરા પર પણ ખુશી જોવા મળી હતી. આ દરમિયાન એક હૃદયસ્પર્શી ક્ષણ જોવા મળી હતી. જ્યારે કિંગ ખાન મેદાન પર પહોંચ્યો અને દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓને મળતો જોવા મળ્યો હતો.
પહેલા તે શ્રેયસ અય્યરને મળ્યો. આ પછી કિંગ ખાન KKRના પૂર્વ ખેલાડી કુલદીપ યાદવ સાથે વાત કરતો જોવા મળ્યો હતો. KKRની જીત બાદ કિંગ ખાન રિષભ પંતને પણ મળ્યો અને તેને ગળે લગાડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ દરમિયાન બંનેના ચહેરા પરનું સ્મિત જોવા જેવું હતું. આ સિવાય શાહરૂખ ખાને KKRના સ્ટાર બેટર રિંકુ સિંહને પણ ગળે લગાવ્યો હતો તેના ફોટો પણ વાયરલ થયા છે.
https://twitter.com/SRKUniverse/status/1775588946397086095વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શાહરૂખ ખાન છેલ્લે રાજકુમાર હિરાનીની ફિલ્મ ડંકીમાં જોવા મળ્યો હતો, જેમાં બોમન ઈરાની, તાપસી પન્નુ, વિકી કૌશલ, વિક્રમ કોચર અને અનિલ ગ્રોવર મહત્ત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મે સારી કમાણી કરી હતી, પરંતુ ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.






