મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

શાહરૂખ ખાન પહેલી વખત બન્યા Billionaire! રિચ લિસ્ટમાં થયા સામેલ, જાણો શું છે નેટવર્થ?

બોલિવૂડના કિંગ ખાન 33 વર્ષ બાદ દુનિયાના અબજોપતિની યાદીમાં સામેલ થયા છે. Hu

શાહરૂખ ખાન પહેલી વખત બન્યા Billionaire! રિચ લિસ્ટમાં થયા સામેલ, જાણો શું છે નેટવર્થ?

બોલિવૂડના કિંગ ખાન 33 વર્ષ બાદ દુનિયાના અબજોપતિની યાદીમાં સામેલ થયા છે. Hurun India Rich List 2025 અનુસાર, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 33 વર્ષ બાદ શાહરૂખ ખાનની નેટવર્થ પ્રથમ વખત 1.4 અબજ ડોલર (રૂ. 12490 કરોડ) થઈ છે. આ સાથે તે દેશના સૌથી ધનિક એક્ટર બન્યા છે. તેમજ વૈશ્વિક સ્તરે તેણે ટેલર સ્વિફ્ટ સહિત હોલિવૂડના અનેક સેલિબ્રિટીઓને પાછળ પાડ્યા છે.

શાહરુખે હોલિવૂડ કલાકારોને પણ પાછળ છોડયા 

ગઈ કાલે 1 ઓક્ટોબરના રોજ જાહેર થયેલી Hurun India Rich List 2025 મુજબ, બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન (ઉ.વ.-59) રૂ. 12490 કરોડની નેટવર્થ સાથે પ્રથમ વખત અબજોપતિની યાદીમાં સામેલ થયા છે. તેણે નેટવર્થ મામલે ટેલર સ્વિફ્ટ (1.3 અબજ ડોલર), આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર ($1.2 બિલિયન), જેરી સીનફેલ્ડ ($1.2 બિલિયન) અને સેલેના ગોમેઝ ($720 મિલિયન) સહિત અનેક આંતરરાષ્ટ્રીય હસ્તીઓને પાછળ છોડ્યાં છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 33 વર્ષના અનુભવ પછી શાહરૂખ ખાન આખરે 1.4 બિલિયન ડૉલર એટલે કે રૂ. 12,490 કરોડની નેટવર્થ સાથે Billionaire Clubમાં સામેલ થઈ ગયા છે. હાલ શાહરૂખ ખાન ભારતના સૌથી ધનિક અભિનેતા છે, જેણે વૈશ્વિક સ્તરે પણ અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે. શાહરૂખ ખાન પછી રૂ. 7790 કરોડની નેટવર્થ સાથે જૂહી ચાવલા દેશની સૌથી ધનિક અભિનેત્રી છે, જે તેની બિઝનેસ પાર્ટનર પણ છે. ત્યાર પછી ત્રીજા ક્રમે રૂ. 2,160 કરોડની નેટવર્થ સાથે રીતિક રોશન સૌથી ધનિક કલાકાર છે. 

જુહી ચાવલા ભારતની સૌથી ધનિક અભિનેત્રી

શાહરૂખ ખાન ઘણા વર્ષોથી બોલિવૂડનો ધનિક અભિનેતા હતો. પરંતુ હવે તે Hurunની Billionaireની યાદીમાં સામેલ થયો છે. આ વર્ષે તેની નેટવર્થમાં ખૂબ મોટો ઉછાળો જોવા મળ્યો છે. તેની બિઝનેસ પાર્ટનર જુહી ચાવલા બોલિવૂડની સૌથી ધનિક અભિનેત્રી છે. તે ધનિક એક્ટર્સની યાદીમાં બીજી ટોચની અબજોપતિ છે. તેની નેટવર્થ 7790 કરોડ રૂપિયા છે. જ્યારે ઋતિક રોશન રૂ. 2160 કરોડ સાથે ત્રીજા ક્રમે છે. ગયા વર્ષે પણ શાહરૂખ ખાન 87 કરોડ ડોલર સાથે ટોચનો ધનિક અભિનેતા હતો. પરંતુ આ વખતે તેની નેટવર્થ 1.4 અબજ ડોલર નોંધાવા સાથે તે અબજોપતિ બન્યો છે.

શાહરૂખ ખાન 3 દાયકાથી હિન્દી સિનેમામાં અભૂતપૂર્વ યોગદાન આપી રહ્યો છે. તે 'રેડ ચીલ્લી' પ્રોડક્શન હાઉસ અને VFX સ્ટુડિયામાં રોકાણ ધરાવે છે. આ ઉપરાંત વિશ્વભરમાં વિવિધ ક્રિકેટ ટીમ અને મધ્ય-પૂર્વમાં રિયાલ્ટી રોકાણ ધરાવે છે.

આ સમાચાર શેર કરો