શું ખરેખર Shahrukh Khanને હૃદયરોગનો હુમલો આવ્યો છે? સારવાર માટે ગયો અમેરિકા!

કિંગખાનના નામથી લોકોના દિલો પર રાજ કરતાં Shahrukh Khanની ફિલ્મ Kingના શૂટિંગ દરમિયાન Shahrukhને ઇજા થઈ હોવાથી તે સારવાર માટે અમેરિકા ગયો હોવાની ચર્ચા હતી. જોકે આ બાબતે અભિનેતા, કે તેના પરિવાર તેમ જ તેની ટીમ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
હવે તેના સ્વાસ્થ્ય માટે અન્ય એક વાતની એ પણ ચર્ચા છે કે, અભિનેતાને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાથી તે સારવાર માટે અમેરિકા ગયો છે. તેથી જ 2 મહિનાનું King ફિલ્મનું શૂટિંગ રદ કરવામાં આવ્યું છે.
2 મહીના સુધી અટક્યું Kingનું શૂટિંગ
અભિનેતાને 2 મહિના સુધી કામ પર બ્રેકની સલાહ આપવામાં આવી હોવાથી ફિલ્મ Kingનું શૂટિંગ કેન્સલ કરવામાં આવ્યું છે. જોકે, Shahrukhના નજીકના એક સૂત્રે અભિનેતાને હાર્ટ એટેક આવ્યો હોવાની ચર્ચા નકારી કાઢી છે. મીડિયા રિપોર્ટે જણાવ્યું હતું કે, શાહરૂખને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાની વાત સાવ ખોટી છે.
ખરેખર શું થયું King Khanને?
સૂત્રના જણાવ્યા અનુસાર, શાહરૂખને King ફિલ્મના શૂટિંગ વખતે હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હોવાથી તે સારવાર માટે અમેરિકા ગયો હોવાનું જાણવા મળે છે. જો કે, સત્તાવાર રીતે આ બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
શું શાહરૂખનો પરિવાર અભિનેતાની બીમારીને લોકોથી છુપાવી રહ્યો છે કે નહી, તે વિશે ઘણી બધી અટકળો ઉભી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, તે ઇજાગ્રસ્ત થયો હતો ત્યારે માંસપેશિયોને ઈજા થઈ હોઈ શકે અને કદાચ તેની સારવાર અર્થે તે અમેરિકા ગયો હોઈ શકે. ટૂંકમાં શાહરૂખની બીમારી વિશે વિવિધ અટકળો થઈ રહી છે અને અભિનેતાના પ્રશંસકો તેના સ્વાસ્થ્યને લઈને ચિંતામાં છે.

