Bollywood: સંજય લીલા ભણસાલી પોતાની નવી ફિલ્મમાં સાઉથના આ એક્ટર સાથે કરશે કામ

સોર્સ : GSTV
સંજય લીલા ભણસાલી તેના પ્રોડક્શનની નવી ફિલ્મમાં રામચરણને સાઈન કરે તેવી સંભાવના છે. આ ફિલ્મ એક ઐતિહાસિક કથાવસ્તુ ધરાવતી હશે. સંજય લીલા ભણસાલીના મતે બોલિવુડના હાલના કોઈપણ કલાકાર કરતાં રામચરણ આ ફિલ્મ માટે વધારે યોગ્ય રહેશે.
જોકે, સંજય લીલા ભણસાલી જાતે આ ફિલ્મનું દિગ્દર્શન નહીં કરે તેને બદલે તે ફક્ત નિર્માતા તરીકેની જ જવાબદારી સંભાળશે. ફિલ્મનું દિગ્દર્શન બોલિવુડના કોઈ દિગ્દર્શકને સોંપાઈ શકે છે.
ફિલ્મ હિંદી ઉપરાંત સાઉથની ચારેય ભાષામાં રજૂ કરાશે.
સંજય લીલા ભણસાલીએ અગાઉ બે વર્ષ પહેલાં પણ એક પુસ્તક પરથી ઐતિહાસિક ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કર્યું હતું પરંતુ બાદમાં તે પ્રોજેક્ટ આગળ વધ્યો ન હતો.

