VIDEO: Sunil Duttની ડેથ એનિવર્સરી પર Sanjay Duttએ કરી ઈમોશનલ પોસ્ટ, બાળપણની તસવીરો કરી શેર
Sanjay Dutt Remember Father Sunil Dutt: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા

Sanjay Dutt Remember Father Sunil Dutt: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને ફિલ્મમેકર સુનીલ દત્તે ઈન્ડસ્ટ્રીને ઘણી હિટ ફિલ્મો આપી છે. ફિલ્મ જગતમાં શાનદાર કામ કર્યા બાદ તેમણે રાજકારણમાં ડગ માંડ્યા હતા. તેમની રાજકીય ઇનિંગ પણ ઘણી શાનદાર રહી હતી, પરંતુ 25 મે 2005ના રોજ હાર્ટ એટેક આવવાને કારણે સુનીલ દત્તનું અવસાન થયું હતું અને તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. હવે સુનીલ દત્તની ડેથ એનિવર્સરી પર તેમના પુત્ર અને અભિનેતા સંજય દત્તે પોતાના પિતાને યાદ કર્યા અને કેટલીક અણદેખી તસવીરો શેર કરી છે.
'તમને ખૂબ પ્રેમ કરું છું'
અભિનેતા સંજય દત્તે ઇન્સ્ટાગ્રામ પર પિતા સુનીલ દત્ત સાથેની પોતાની ત્રણ તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં પિતા-પુત્ર વચ્ચેનું બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. આ તસવીરો શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું:
"હું તમને હંમેશા યાદ કરું છું પપ્પા અને તમને ખૂબ જ પ્રેમ કરું છું. તમે મારી જિંદગીમાં હંમેશા એક મજબૂત સહારા સમાન રહ્યા છો અને હંમેશા રહેશો. તમારા જેવા પિતા મેળવીને હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું."
સુનીલ દત્ત-નરગિસની જોડી ખૂબ ફેમસ હતી
તમને જણાવી દઈએ કે અભિનેતા અને ફિલ્મમેકર સુનીલ દત્તે 11 મે 1958ના રોજ અભિનેત્રી નરગિસ સાથે લગ્ન કર્યા હતા. તેમની લવ સ્ટોરી 'મધર ઇન્ડિયા' ફિલ્મના સેટ પર શરૂ થઈ હતી. ફેન્સ આ કપલને સાથે જોવાનું ખૂબ પસંદ કરતા હતા. આ કપલના ત્રણ બાળકો સંજય દત્ત, પ્રિયા દત્ત અને નમ્રતા દત્ત છે.




