Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Samantha Ruth Prabhu to become a mother, shares good news with fans

VIDEO : સામંથા રૂથ પ્રભુ બનશે માતા, ફેન્સ સાથે શેર કર્યા ગુડ ન્યૂઝ, સોશિયલ મીડિયા પર અભિનંદનની વર્ષા!

Timeછેલ્લું અપડેટ : 25 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છેલ્લા કેટલાક દિવસોથી સામંથાના કેટલાક વાયરલ વીડિયો જોઈને અટકળો લગાવવામાં આવી રહી હતી કે તે ગર્ભવતી (પ્રેગ્નન્ટ) છે. હવે સામંથાએ પોતે આ સમાચારની પુષ્ટિ કરી દીધી છે. આ ખુશખબર તેણે પોતાની ફિલ્મ ‘મા ઇંટી બંગારમ’ (Maa Inti Bangaram) ની થેંક્સ મીટ દરમિયાન મીડિયા અને ફેન્સ સાથે શેર કરી છે. આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ તેને સતત અભિનંદન આપી રહ્યા છે.

App Store

સામંથાએ પ્રેગ્નન્સીના સમાચાર કન્ફર્મ કર્યા

બુધવારે મોડી રાત્રે સામંથાની ફિલ્મ ‘મા ઇંટી બંગારમ’ની થેંક્સ મીટના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તેમાંથી એક વીડિયોમાં સામંથા કહેતી જોવા મળે છે કે, ‘હું મેટરનિટી (માતૃત્વ) માટે એક નાનો બ્રેક લઈ રહી છું.’ આટલું કહીને તે હસવા લાગે છે. ત્યાં હાજર પત્રકારો અને પેપરાઝીઓએ તેને અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ ફેન્સ સામંથા માટે ખૂબ જ ખુશ દેખાયા અને તેને આશીર્વાદ આપ્યા. વાયરલ વીડિયોમાં સામંથાના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો પણ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો.

ગયા વર્ષે જ થયા હતા સામંથાના લગ્ન

નાગા ચૈતન્યથી છૂટાછેડા લીધા બાદ સામંથાએ ગયા વર્ષે 1 ડિસેમ્બર 2025ના રોજ ‘ધ ફેમિલી મેન’ ફેમ નિર્માતા-નિર્દેશક રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યા હતા. સામંથાએ રાજ સાથે 'ધ ફેમિલી મેન સીઝન ૨' (2021) અને 'સિટાડેલ: હની બની' (2024) માં કામ કર્યું છે. લગ્ન પહેલા બંનેના ડેટિંગના સમાચારોએ પણ ઘણી ચર્ચાઓ જગાવી હતી. આ કપલે કોઈમ્બતુરના ઈશા યોગ સેન્ટરમાં ખૂબ જ સાદગીભર્યા અંદાજમાં લગ્ન કર્યા હતા. હવે રાજ અને સામંથા માતા-પિતા બનવા જઈ રહ્યા છે.

સામંથાની ફિલ્મ પણ કરી રહી છે સારું કલેક્શન

હાલમાં જ રિલીઝ થયેલી સામંથાની ફિલ્મ ‘મા ઇંટી બંગારમ’ બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કરી રહી છે. આ ફિલ્મે તેની રિલીઝના છઠ્ઠા દિવસે 2.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન અત્યાર સુધીમાં 33.20 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ ફિલ્મમાં સામંથાએ જબરદસ્ત એક્શન સીન્સ કર્યા છે, જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.