Salmanના પિતા અને ફિલ્મ રાઈટર Salim Khanની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ

બોલીવૂડ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત લેખક અને સલમાનના પિતા સલીમ ખાન અચાનક બીમાર પડ્યા છે. તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિનેતાના પિતાના સ્વાસ્થ્ય વિશે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. જોકે, આજે સવારે સલમાન ખાન હોસ્પિટલમાં જોવા મળ્યો હતો. 'બેટલ ઓફ ગલવાન' ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત અભિનેતા કડક સુરક્ષા વચ્ચે હોસ્પિટલની બહાર જોવા મળ્યો હતો. હોસ્પિટલની બહારથી સલમાન ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તેમના ફેન્સ પણ ચિંતિત થઈ ગયા હતા. લોકો અભિનેતાના પિતાના સારા સ્વાસ્થ્ય માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે.
સલમાનના પિતા સલીમ ખાન 90 વર્ષના છે. ખાન પરિવારે હજુ સુધી તેમના સ્વાસ્થ્યની સ્થિતિ જાહેર નથી કરી. સલમાન ખાને પણ હોસ્પિટલની બહાર મીડિયા સાથે વાત નહતી કરી. સલમાન સિવાય પરિવારના અન્ય સભ્યો હજુ સુધી હોસ્પિટલમાં નથી જોવા મળ્યા.
સલમાન હોસ્પિટલની બહાર જોવા મળ્યો
ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સલમાન ખાન કાળા ટી-શર્ટમાં હોસ્પિટલમાંથી બહાર આવી રહ્યો છે. કડક સુરક્ષા વચ્ચે તેની કાર ત્યાંથી નીકળી. જોકે, અભિનેતાના ચહેરા પર તણાવ સ્પષ્ટપણે દેખાતો હતો છે. તેની સાથે જોવા મળતા ઘણા લોકો 'બેટલ ઓફ ગલવાન' ની ટી-શર્ટ પહેરેલા હતા. એક નવા વીડિયોમાં, અતુલ અગ્નિહોત્રી પણ લીલાવતી હોસ્પિટલમાં પહોંચતા જોવા મળે છે. જે એક પ્રોડ્યુસર અને સલમાનની બહેન અલવીરા ખાનનો પતિ છે. સલમાન ખાન ક્યારે હોસ્પિટલમાં પહોંચ્યો તે નથી જાણી શકાયું, પરંતુ તેને બહાર નીકળતો જોવામાં આવ્યો હતો.
સલીમ ખાન કોણ છે?
સલીમ ખાન એક પ્રખ્યાત હિન્દી ફિલ્મ રાઈટર છે. તેમનો જન્મ ઇન્દોરના બાલાઘાટમાં થયો હતો અને તેઓ તેમના માતા-પિતાના સૌથી નાના પુત્ર છે. સલીમ ખાન જ્યારે 14 વર્ષના હતા ત્યારે તેમના માતા-પિતા બંનેનું મૃત્યુ થયું હતું. તેમણે પહેલા મરાઠી હિન્દુ મહિલા સુશીલા ચરક સાથે લગ્ન કર્યા હતા, જેણે પાછળથી તેનું નામ બદલીને સલમા રાખ્યું હતું. સલમાન ખાન, અરબાઝ ખાન, સોહેલ ખાન અને અલવીરા ખાન તેમના બાળકો છે. આ પછી તેમણે હેલન સાથે લગ્ન કર્યા, જેમની સાથે તેમને કોઈ સંતાન નથી.

