Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : People are laughing at his acting: Prashant Narayan harshly criticizes Kartik Aaryan

'લોકો તેની એક્ટિંગ પર હસે છે'- પ્રશાંત નારાયણે Kartik Aaryanની કરી આકરી ટીકા

Timeછેલ્લું અપડેટ : 15 Feb 2026
લાઇવ ટીવીGoogle News
'લોકો તેની એક્ટિંગ પર હસે છે'- પ્રશાંત નારાયણે Kartik Aaryanની કરી આકરી ટીકા
સોર્સ : GSTV

મુંબઇ: 'ભૂલભૂલૈયા ૨' જેવી હીટ ફિલ્મ આપનાર કાર્તિક આર્યનની આકરી ટીકા કરતાં 'મર્ડર ટુ'ના એક્ટર પ્રશાંત નારાયણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે કાર્તિક આર્યન તો ટેરિબલ એક્ટર છે. તે બોલિવૂડમાં તેના નસીબના જોરે અને તેના માતાપિતાના આશીર્વાદથી ટકી ગયો છે. પ્રશાંતે જણાવ્યું હતું કે મને લાગે છે કે તે કોઇપણ પ્રકારનો સંવાદ સાધી શકે તેમ નથી અને તેની આજુબાજુના લોકોએ તેને ચઢાવી માર્યો છે. મને તેની પ્રથમ ફિલ્મ 'પ્યાર કા પંચનામા'માં તેનું કામ ગમ્યું હતું. પણ ભારતીય દર્શકોને તેની ફિલ્મો ગમે છે તેમ જણાવતાં પ્રશોતે કહ્યું હતું કે લોકો તેની એક્ટિંગ જોઇને નહીં પણ તેને એક્ટર તરીકે જોઇને હસે છે.  તમે લોકોને હસાવી શકતાં હો એ સારી વાત છે. તમે કોઇની સાથે હસો અને તમે કોઇની પર હસો તેમાં ફરક છે. ભારતીય દર્શકો સામાન્ય રીતે કોઇની પર હસતાં હોય છે. 

App Store

કાર્તિક આર્યનના ચાહકો તેની આગામી ફિલ્મ 'નાગઝિલા' રજૂ થવાની રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મમાં કાર્તિક પ્રિયમવદેશ્વર પ્યારેચંદ નામના ઇચ્છાધારી નાગની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મ ઓગસ્ટમાં રજૂ થવાની છે.