Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Poonam Pandey's controversial statement about cricketer

ખુશી મુખર્જી બાદ Poonam Pandeyનું ચોંકાવનારું નિવેદન, કહ્યું- 'ફેમસ ક્રિકેટરે મને એટલા મેસેજ કર્યા કે...'

Timeછેલ્લું અપડેટ : 17 Feb 2026
લાઇવ ટીવીGoogle News
ખુશી મુખર્જી બાદ Poonam Pandeyનું ચોંકાવનારું નિવેદન, કહ્યું- 'ફેમસ ક્રિકેટરે મને એટલા મેસેજ કર્યા કે...'
સોર્સ : GSTV

એક્ટ્રેસ અને મોડેલ પૂનમ પાંડે સતત કોઈને કોઈ વિવાદોના કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક તે પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં રહે છે, તો ક્યારેક તે મોતની અફવા ફેલાવીને લોકોને ઝટકો આપી દે છે. હવે તેણે ક્રિકેટ જગતના ખેલાડીઓ માટે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. 

App Store

પૂનમ પાંડેનો ચોંકાવનારો દાવો

પૂનમ પાંડેએ ક્રિકેટર્સ-એક્ટર્સને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે, "ઘણા એક્ટર્સ અને ક્રિકેટર્સ છે, જે મને મેસેજ કરતા હતા." જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તમને ઘણા બધા DM (ડાયરેક્ટ મેસેજ) આવતા હશે. એવા લોકોના પણ જેમનું બ્લુ ટિક હોય છે, જે ફેમસ હોય છે. ત્યારે પૂનમે કહ્યું કે 'હા'. 

'ફેમસ ક્રિકેટરે મને એટલા મેસેજ કર્યા કે બ્લોક કરવો પડ્યો'

પૂનમને પૂછવામાં આવ્યું કે, કોઈનું નામ આપવા માંગશો? ત્યારે પૂનમે કહ્યું કે, "હું નામ નહીં જણાવી શકું. પરંતુ એવા ઘણા બધા ખેલાડીઓ અને સ્ટાર્સ છે, જેમણે મને મેસેજ કર્યો હતો." બાદમાં પૂનમને પૂછવામાં આવ્યું કે તે લોકો તમને શું DM કરતા હતા? તેના પર પૂનમે જવાબ આપ્યો કે, "એક ફેમસ ક્રિકેટરે લખ્યું હતું કે, તું ખૂબ ક્યૂટ લાગે છે. તે વારંવાર મેસેજ કરી રહ્યો હતો, તેથી બાદમાં મારે તેને બ્લોક કરવો પડ્યો."

'તેઓ મારી સાથે માત્ર હેંગઆઉટ કરવા માંગે છે'

ત્યારબાદ પૂનમને આગળ પૂછવામાં આવ્યું કે, જે ક્રિકેટર તમને મેસેજ કરે છે તેઓ સીરિયસ હોય છે કે પછી માત્ર ટાઈમપાસ કરી રહ્યા હોય છે? એક્ટ્રેસે જવાબ આપ્યો કે, "જે પ્રકારના તેમના મેસેજ આવતા હતા તેના પરથી એવું લાગતું નહતું કે, તેઓ સીરિયસ છે. હું ઈમાનદારીથી કહું તો એવું લાગે છે કે તેઓ મારી સાથે માત્ર હેંગઆઉટ કરવા માંગે છે. ઘણી વખત તો તેમને ઈગનોર કરવા પડે છે. કારણ કે, મને એવું લાગે છે કે આ લોકો ખુદને ખબર નહીં શું સમજે છે. મને વિશ્વાસ છે કે તેઓ મારી જેમ બીજી છોકરીઓને પણ મેસેજ કરતા હશે."

પૂનમ પાંડે ટ્રોલ થઈ

જોકે, પૂનમ પાંડેને તેના આ સ્ટેટમેન્ટ માટે ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. યૂઝર્સનું કહેવું છે કે, આ બધુ સ્ક્રિપ્ટેડ છે અને તે અટેન્શન મેળવવા માટે કરી રહી છે. તમને જણાવી દઈએ કે, પૂનમ પાંડે પહેલા એક્ટ્રેસ ખુશી મુખર્જીએ પણ ક્રિકેટર્સ માટે આવા જ દાવા કર્યા હતા. તેણે કહ્યું હતું કે, સૂર્યકુમાર યાદવ તેને મેસેજ કરતો હતો. તેના આ સ્ટેટમેન્ટ બાદ તેની ખૂબ ચર્ચા થવા લાગી હતી.