Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Who is Hanumankind who came into the limelight after IND vs PAK match

IND vs PAK મેચ પછી ચર્ચામાં આવેલો Hanumankind કોણ છે? જાણો તેના સાચા નામથી લઈને કારકિર્દી સહિતની વિગતો

Timeછેલ્લું અપડેટ : 16 Feb 2026
લાઇવ ટીવીGoogle News
IND vs PAK મેચ પછી ચર્ચામાં આવેલો Hanumankind કોણ છે? જાણો તેના સાચા નામથી લઈને કારકિર્દી સહિતની વિગતો
સોર્સ : GSTV

આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'ધુરંધર' ઘણા કારણોસર સમાચારમાં હતી. તેની વાર્તા અને કલાકારો સિવાય તેના ગીતો પણ ખૂબ જ હિટ રહ્યા હતા અને ફિલ્મનું ટાઈટલ ટ્રેક ખાસ કરીને ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. 'ધુરંધર' નું ટાઈટલ ટ્રેક રેપર હનુમાનકાઈન્ડ, સુધીર યાદવંશી, શાશ્વત સચદેવ, જાસ્મીન સેન્ડલાસ અને રણજીત કૌર દ્વારા ગાયું હતું. આ ટાઈટલ ટ્રેકથી લાઈમલાઈટમાં રહેલા હનુમાનકાઈન્ડે તાજેતરમાં કોલંબોમાં ICC T20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં પરફોર્મ કર્યું હતું અને ખીચોખીચ ભરેલા સ્ટેડિયમને મોહિત કરી દીધું હતું. આ મેચ પછી હનુમાનકાઈન્ડ સમાચારમાં છે અને સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.

App Store

હનુમાનકાઈન્ડ કોણ છે?

હનુમાનકાઈન્ડ એક જાણીતો રેપર અને સિંગર છે જે 2024ના તેના ગીત 'Big Dawgs' ની અપાર સફળતા પછી ઈન્ટરનેટ સેન્સેશન બન્યો હતો. આ ગીતની વૈશ્વિક સફળતાએ હનુમાનકાઈન્ડને જબરદસ્ત ઓળખ અપાવી હતી. સિંગર-રેપર તાજેતરમાં બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર' ના ટાઈટલ ટ્રેક માટે પણ સમાચારમાં હતો, જેનાથી તેણે બોલિવૂડ પ્લેબેક સિંગિંગ ડેબ્યુ કર્યું. આ ગીત માટે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી પણ પ્રશંસા મળી હતી.

હનુમાનકાઈન્ડનું સાચું નામ શું છે?

કોલંબોમાં ભારત અનેપાકિસ્તાન વચ્ચેની T20 વર્લ્ડ કપ મેચમાં પોતાના દમદાર પ્રદર્શનથી છવાયેલા હનુમાનકાઈન્ડનું સાચું નામ સૂરજ ચેરુકટ્ટ છે અને તે કેરળનો છે. એક શાનદાર રેપર હોવા ઉપરાંત હનુમાનકાઈન્ડ એક સિંગર અને સોંગ રાઈટર પણ છે અને હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની T20 વર્લ્ડ કપ મેચમાં પોતાના પ્રદર્શન માટે ચર્ચામાં છે. આ પ્રદર્શન દરમિયાન, તેણે તેનું હિટ ગીત 'Big Dawgs' ગાયું હતું, જેને પ્રેક્ષકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું, પરંતુ તેણે 'ધુરંધર' ના હિટ ટ્રેક પર પરફોર્મ નહતું કર્યું.

શું હનુમાનકાઈન્ડ વિવાદથી ડરતો હતો?

ક્રિકેટ મેચ પહેલા એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે હનુમાનકાઈન્ડ 'ધુરંધર' નું ટાઈટલ ટ્રેક પર પરફોર્મ કરશે, પરંતુ તેણે તેમ ન કર્યું. તેણે તેનું હિટ ગીત 'Big Dawgs' ગાયું, પરંતુ 'ધુરંધર' ના ટાઈટલ ટ્રેકને ટાળ્યું. આનાથી પ્રશ્નો ઉભા થાય છે કે શું તેણે કોઈ વિવાદ ટાળવા માટે આવું કર્યું હતું. 'ધુરંધર' પર પાકિસ્તાનમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે રેપર કોઈપણ વિવાદમાં ફસાવવા નહતો માંગતો, તેથી તેણે "'ધુરંધર' પર પરફોર્મ ન કર્યું.