'જ્યારે તમે માતા-પિતા બનશો...', સલમાન ખાને અનંત-રાધિકાના લગ્ન બાદ શેર કરી ખાસ પોસ્ટ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં સલમાન ખાને પોતાની સ્ટાઈલ અને દબંગ અ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં સલમાન ખાને પોતાની સ્ટાઈલ અને દબંગ અંદાજથી ચાર ચાંદ લગાવવામાં કોઈ કસર છોડી ન હતી. લગ્ન બાદ હવે સલમાન ખાને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને પોતાની સ્ટાઈલમાં અભિનંદન પાઠવ્યા છે. સલમાન ખાને સોમવારે મોડી સાંજે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં અભિનેતાએ અનંત-રાધિકાના લગ્ન સમારોહની એક અનસીન ફોટા સાથે નવદંપતીને અભિનંદન આપ્યા છે. તેમજ સલમાન ખાને અનંત અને રાધિકા અદભુત માતા-પિતા બને ત્યારે ડાન્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
સલમાન ખાને અનંત-રાધિકાને ખાસ રીતે પાઠવ્યા અભિનંદન
સલમાન ખાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારંભનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો છે. જેમાં અનંત અને રાધિકા એકબીજાનો હાથ પકડીને એકબીજાને પ્રેમથી જોતા જોવા મળે છે. સલમાન ખાને ફોટોની સાથે કેપ્શનમાં લખ્યું- 'અનંત અને રાધિકા, શ્રી અને શ્રીમતી અનંત અંબાણી, મેં તમારા લોકોનો એકબીજા માટે અને એકબીજાના પરિવાર માટેનો પ્રેમ જોયો છે. યુનિવર્સે તમને મળાવ્યા છે. તમને બધી ખુશીઓ અને આરોગ્ય મળે. ભગવાન તમને આશીર્વાદ આપે.! હું તમારા વન્ડરફૂલ પેરેન્ટ્સ બનવા પર ડાન્સ કરવાની રાહ જોઈ શકતો નથી.
અનંત-રાધિકાના લગ્નના ઘણા ફંક્શનમાં આપી હાજરી
સલમાન ખાનનું અંબાણી પરિવાર સાથે ખાસ કનેક્શન છે. સલમાન ખાને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જામનગર પ્રિ-વેડિંગ, યુરોપ ક્રુઝ ફંક્શન અને મુંબઈમાં લગભગ તમામ ફંક્શનમાં હાજરી આપી હતી. સલમાન ખાને પણ અનંત-રાધિકાના સંગીત અને લગ્નમાં ખૂબ ડાન્સ કર્યો હતો, જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.






