મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

17 વર્ષ પછી એક સાથે આવ્યા સૈફ અને અક્ષય કુમાર, ક્રાઇમ થ્રિલર 'હૈવાન'નું શૂટિંગ શરૂ કર્યું

સૈફ અલી ખાન અને અક્ષય કુમાર 17 વર્ષ પછી એકસાથે ફિલ્મ કરી રહ્યાં છે. બન્ને પ્રિયદર્શનની ક્રાઇમ થ્રિ

17 વર્ષ પછી એક સાથે આવ્યા સૈફ અને અક્ષય કુમાર, ક્રાઇમ થ્રિલર 'હૈવાન'નું શૂટિંગ શરૂ કર્યું

સૈફ અલી ખાન અને અક્ષય કુમાર 17 વર્ષ પછી એકસાથે ફિલ્મ કરી રહ્યાં છે. બન્ને પ્રિયદર્શનની ક્રાઇમ થ્રિલર ફિલ્મ હૈવાનમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ચુક્યુ છે. અક્ષય કુમારે શૂટિંગના પ્રથમ દિવસે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો દરમિયાન સૈફ અલી ખાન અને અક્ષય કુમાર વચ્ચે ટકરાવ જોવા મળે છે. ફેન્સ આ વીડિયો જોઇને ઉત્સાહિત થયા છે.

અક્ષય કુમારે શેર કર્યો વીડિયો

અક્ષય કુમારે જે વીડિયો શેર કર્યો છે જેમાં સૈફ અલી ખાન, પ્રિયદર્શન અને અક્ષય કુમાર એકસાથે જોવા મળશે. સૈફ અલી ખાન અને અક્ષય કુમાર એક બીજાને શૈતાન કહેતા જોવા મળે છે. પ્રિયદર્શન પણ તેમની હસી મજાકનો ભાગ બન્યા હતા.

હૈવાનનું શૂટિંગ શરૂ થયું

અક્ષય કુમારે આ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યુ- આપણે બધા થોડા શૈતાન છીએ...કોઇ ઉપરથી સંત, કોઇ અંદરથી હૈવાન. હૈવાનનું શૂટિંગ શરૂ થઇ રહ્યું છે. આજે પસંદગીના કેપ્ટન પ્રિયદર્શન સર સાથે હૈવાનની શૂટિંગ શરૂ કરી રહ્ય છું. લગભગ 18 વર્ષ બાદ સૈફ સાથે કામ કરવું ઘણુ સારૂ લાગી રહ્યું છે. 

2008માં ટશનમાં સાથે જોવા મળ્યા હતા અક્ષય-સૈફ

અક્ષય કુમાર સાથે સૈફ અલી ખાન અંતિમ વખત વર્ષ 2008માં રિલીઝ થયેલી ફિલ્મ ટશનમાં જોવા મળ્યા હતા. બોક્સ ઓફિસ પર આ ફિલ્મનું પ્રદર્શન એવરેજ રહ્યું હતું. ફિલ્મમાં કરીના કપૂર પણ જોવા મળી હતી.

ફિલ્મમાં કિલરની ભૂમિકામાં જોવા મળશે અક્ષય કુમાર

હૈવાનની વાત કરીએ તો આ ફિલ્મ મલયાલમ ફિલ્મ ઓપ્પમની રીમેક છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક કિલરની ભૂમિકામાં જોવા મળશે. સૈફ અલી ખાન ફિલ્મમાં એક એવા શખ્સની ભૂમિકા ભજવી રહ્યો છે જે દ્રષ્ટિહીન છે અને તેને કલારિપયાટ્ટુની કલા આવડે છે. આ એક ક્રાઇમ થ્રિલર ફિલ્મ હશે.

આ સમાચાર શેર કરો