Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Rupali Ganguly responded to Jaya Bachchan's viral video

રુપાલી ગાંગુલીએ જયા બચ્ચનના વાયરલ વીડિયો પર આપ્યો જવાબ, જાણો શું કહ્યું... 

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2025
લાઇવ ટીવીGoogle News
રુપાલી ગાંગુલીએ જયા બચ્ચનના વાયરલ વીડિયો પર આપ્યો જવાબ, જાણો શું કહ્યું... 
સોર્સ : GSTV

13 ઓગસ્ટ 2025એ ટેલીવિઝન જગતની લોકપ્રિય અભિનેત્રી અને "અનુપમા" ફેમ રૂપાલી ગાંગુલીએ હાલમાં જ અભિનેત્રી અને સાંસદ જયા બચ્ચનના વાયરલ થયેલા વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. આ ઘટના હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનાવવામાં આવ્યો છે.

App Store

જાણો શું હતી ઘટના

12 ઓગસ્ટે દિલ્હી ખાતે કૉન્સ્ટિટ્યુશન ક્લબની બહાર જયા બચ્ચનની સાથે એક ફેન સેલ્ફી લેવા માટે આગળ આવ્યો હતો. ત્યારે જયા બચ્ચને તાત્કાલિક તેમને પાછા ધકેલી દીધા અને ગુસ્સામાં કહ્યું, "તું શું કરી રહ્યો છે, આ શું છે?" જયા બચ્ચનનો આ વીડિયો થોડીવારમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને આ વીડિયો સામે આવતાની સાથે જ જયા બચ્ચન ભારે ટ્રોલ થઈ ગઈ. ચાહકોની સાથે સ્ટાર્સે પણ જયા બચ્ચનના વર્તનની નિંદા કરી છે. લોકોમાં આચરજ અને ચર્ચા શરૂ થઈ.

રૂપાલી ગાંગુલીની પ્રતિક્રિયા

આ સ્થિતિમાં "અનુપમા" ફેમ રુપાલી ગાંગૂલીએ પણ આ અંગા પ્રતિક્રિયા આપી છે. જ્યારે મીડિયા દ્વારા રુપાલી ગાંગુલીને આ ઘટનાને લગતા પ્રશ્ન પૂછવામાં આવ્યા ત્યારે તેમણે ખૂબ શિસ્તભર્યો અને ભાવનાત્મક જવાબ આપ્યો: રુપાલીએ કહ્યું, "મારી માતા સાથે મેં 'કોરા કાગઝ' ફિલ્મ જોઈ હતી. એ ફિલ્મમાં જયાજીનો અભિનય જોઈને જ મે અભિનય શીખ્યો છે. મને તેમની પાસેથી આ વર્તનની અપેક્ષા નથી."

રુપાલી ગાંગૂલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વીયરલ થઈ રહ્યો છે. યુઝર્સ પણ આના પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ વીડિયો પરથી લોકો મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. અમુક લોકો માને છે કે જયા બચ્ચને પોતાના ફેન્સ સાથે આમ વર્તન ના કરવું જોઈએ, તો ઘણા લોકો માને છે કે ફેન્સે પણ તેમની આટલી નજીક ન જવું જોઈએ.