Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Ruckus at trailer launch of The Bengal Files Kolkata Police stopped the event

VIDEO / 'The Bengal Files' ના ટ્રેલર લોન્ચ પર હોબાળો, કોલકાતા પોલીસે અટકાવી ઈવેન્ટ; ગુસ્સે ભરાયો ડિરેક્ટર

Timeછેલ્લું અપડેટ : 16 Aug 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO / 'The Bengal Files' ના ટ્રેલર લોન્ચ પર હોબાળો, કોલકાતા પોલીસે અટકાવી ઈવેન્ટ; ગુસ્સે ભરાયો ડિરેક્ટર
સોર્સ : GSTV

વિવેક રંજન અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ બેંગાલ ફાઈલ્સ' (The Bengal Files) નું ટ્રેલર આજે રિલીઝ થયું. જોકે ટ્રેલર બપોરે 12 વાગ્યે રિલીઝ થવાનું હતું, પરંતુ તે એક કલાક મોડું થયું. ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન હોબાળો પણ જોવા મળ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યક્રમ અટકાવ્યો હતો. હવે વિવેક અગ્નિહોત્રીએ આ બાબતે નારાજગી વ્યક્ત કરી છે અને પ્રશ્નો ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે, "અમારો અવાજ દબાવવામાં આવી રહ્યો છે."

App Store

'રાજકીય દબાણ હેઠળ ટ્રેલર લોન્ચ ઈવેન્ટ રદ કરવામાં આવી'

ANI સાથેની વાતચીતમાં, વિવેક અગ્નિહોત્રીએ એક મોટી મૂવી થિયેટર ચેઈન દ્વારા 'ધ બેંગાલ ફાઇલ્સ' (The Bengal Files) ની ટ્રેલર લોન્ચ ઈવેન્ટ રદ કરવા અંગે ખુલ્લેઆમ વાત કરી. ફિલ્મના ડિરેક્ટરે કહ્યું કે, "ફિલ્મના ટ્રેલર સામાન્ય રીતે થિયેટરોમાં લોન્ચ કરવામાં આવે છે. અમારી ફિલ્મ પણ આ રીતે બનવાની હતી. પરંતુ અમેરિકાથી કોલકાતા એરપોર્ટ પહોંચતાની સાથે જ મને ખબર પડી કે એક સૌથી મોટી મલ્ટિપ્લેક્સ ચેઈનએ કહ્યું કે તેઓ આવું નથી કરી શકતા કારણ કે ત્યાં ખૂબ રાજકીય દબાણ છે અને જો તેઓ આમ કરશે તો રાજકીય ઉથલપાથલ થશે. તેથી અમે બીજા મલ્ટિપ્લેક્સ સાથે વાત કરી, તેમણે પણ કહ્યું કે માફ કરશો સાહેબ, ખૂબ રાજકીય દબાણ છે, અમે તે નથી કરી શકતા. જો અમને શરૂઆતથી જ આ ખબર હોત, તો અમે આટલી બધી ટીમો અને કલાકારો સાથે અહીં કેમ આવ્યા હોત અને આટલા પૈસા કેમ ખર્ચ્યા હોત."

'અમારો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે'

વિવેકે વધુમાં કહ્યું કે, "જ્યારે ફિલ્મ બંગાળ પર આધારિત છે, ત્યારે તેનું ટ્રેલર પણ અહીં લોન્ચ થવું જોઈએ. હું પણ હાર માનનારાઓમાંનો નથી. ફિલ્મનું ટ્રેલર થિયેટરને બદલે હોટલના બેન્ક્વેટ હોલમાં રિલીઝ થયું હતું. આવું પહેલીવાર થઈ રહ્યું છે. પરંતુ હું જાણવા માંગુ છું કે અમારા અવાજને દબાવવાના પ્રયાસો કેમ થઈ રહ્યા છે."

'સરકાર શેનાથી ડરી રહી છે?'

અધિકારીઓને તેમના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ રદ કરવાનું કારણ પૂછતા ડિરેક્ટરે કહ્યું કે, "એક તરફ, મારી સામે ઘણી FIR નોંધાઈ રહી છે. શાસક પક્ષના સભ્યો આ કરી રહ્યા છે. એવું નથી કે કોઈ સામાન્ય માણસ આ કરી રહ્યો છે. તેઓ આ કરી રહ્યા છે. જ્યારે અમે ફિલ્મની જાહેરાત કરી હતી, ત્યારે કોલકાતાના મુખ્યમંત્રીએ ધમકી આપી હતી કે અમે બંગાળ ફાઈલ્સને અહીં પ્રવેશવા નહીં દઈશું. તો સરકાર શેનાથી ડરે છે? આ ફિલ્મમાં મુદ્દો શું છે?"