મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ભોલેનાથની ભક્તિમાં લીન થયા રણવીર સિંહ અને કૃતિ સેનન, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા

ફિલ્મ અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી કૃતિ સેનન રવિવારે વારાણસી પહોંચ્યા હતા અને ત્યાં કાશી વિ

ભોલેનાથની ભક્તિમાં લીન થયા રણવીર સિંહ અને કૃતિ સેનન, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા

ફિલ્મ અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી કૃતિ સેનન રવિવારે વારાણસી પહોંચ્યા હતા અને ત્યાં કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા પણ કરી હતી. આ દરમિયાન તેમને જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બંને સ્ટાર્સ મનીષ મલ્હોત્રાના ફેશન શોના સંબંધમાં વારાણસી પહોંચ્યા છે. નમો ઘાટ પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

આ દરમિયાન રણવીર સિંહ અને કૃતિ સેનન બંને સ્ટાર બાબાની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. કૃતિ સેનન પીળા સલવાર સૂટમાં દર્શન માટે પહોંચી હતી, તો રણવીર સિંહ કુર્તા પાયજામામાં જોવા મળ્યો હતો. બંનેનું હાર પહેરાવીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રણવીર સિંહ પણ તેના નવા લૂકમાં જોવા મળ્યો હતો. તે લોંગ હેર લુકમાં જોવા મળ્યો હતો. જ્યારે કૃતિ એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. બંનેને કડક સુરક્ષા હેઠળ મંદિરમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે બંને ત્યાં પહોંચ્યા ત્યારે ફેન્સ તેમની એક ઝલક મેળવવા માટે બેતાબ હતા.

વર્કફ્રન્ટ

‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ બાદથી રણવીર સિંહ મોટા પડદાથી દૂર છે. તેની આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થઈ હતી અને સારો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ જોવા મળી હતી. રણવીર સિંહ આગામી દિવસોમાં ‘બૈજુ બાવરા’, ‘ડોન 3’ અને ‘સિંઘમ અગેન’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. આમાં રણવીરનો સૌથી મોટો પ્રોજેક્ટ ‘ડોન 3’ છે. રણવીર સિંહે શાહરુખની ડોન ફ્રેન્ચાઈઝીમાં એન્ટ્રી કરી છે. તેનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે.

કૃતિ સેનન આ વર્ષે બે ફિલ્મોમાં જોવા મળી હતી. ‘તેરી બાતોં મેં એસા ઉલ્ઝા જિયા’ અને ‘ક્રૂ’ બંને ફિલ્મે સારો બિઝનેસ કર્યો છે. આ પહેલા તે ‘ગણપત’, ‘આદિપુરૂષ’ અને ‘શહેજાદા’માં જોવા મળી હતી. જો કે, આ ત્રણેય ફિલ્મો ફ્લોપ રહી હતી. હવે કૃતિ ‘ભેડિયા 2’ અને ‘હાઉસફુલ 5’માં જોવા મળશે.

આ સમાચાર શેર કરો