મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'લગ્ન નરકમાં અને છૂટાછેડા સ્વર્ગમાં...' નતાશા-હાર્દિકના સેપરેશન બાદ ડિરેક્ટરે કરી આવી પોસ્ટ

લાંબા સમયથી ચર્ચામાં રહેલી નતાશા સ્ટેનકોવ

'લગ્ન નરકમાં અને છૂટાછેડા સ્વર્ગમાં...' નતાશા-હાર્દિકના સેપરેશન બાદ ડિરેક્ટરે કરી આવી પોસ્ટ

લાંબા સમયથી ચર્ચામાં રહેલી નતાશા સ્ટેનકોવિક અને ક્રિકેટર હાર્દિક પંડ્યાની જોડીએ તાજેતરમાં જ એકબીજાથી અલગ થવાની જાહેરાત કરીને તેમના ફેન્સના દિલ તોડી નાખ્યા હતા. બંનેએ પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અલગ થવાની પોસ્ટ શેર કરી હતી, જેમાં કોમેન્ટ સેક્શન બંધ રાખવામાં આવ્યું હતું. જ્યાં આ સમાચારથી હાર્દિકના ફેન્સ ચોંકી ગયા હતા. તેમજ નતાશાને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે.

આ દરમિયાન હિન્દી સિનેમાના એક મોટા ફિલ્મ નિર્દેશકે એક પોસ્ટ કરી છે જે થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ છે. હા, ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના અલગ થવાની જાહેરાત પછી તરત જ લગ્ન અને છૂટાછેડા વિશે ખૂબ જ વિચિત્ર પોસ્ટ કરી છે, જે યુઝર્સનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. રામ ગોપાલ વર્માએ તેના X (Twitter) હેન્ડલ પર આ પોસ્ટ કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

રામ ગોપાલ વર્માની ક્રિપ્ટિક પોસ્ટ થઈ વાયરલ

'રંગીલા' ફિલ્મના નિર્દેશકે લખ્યું, 'લગ્ન નરકમાં નક્કી થાય છે અને છૂટાછેડા સ્વર્ગમાં નક્કી થાય છે'. આ પછી તેણે કહ્યું, 'મને આશ્ચર્ય થાય છે કે, શું આજકાલના લગ્ન વાસ્તવમાં એ દિવસો જેટલા લાંબા સમય સુધી ચાલે છે જ્યારે માતા-પિતાએ લગ્ન કર્યા હતા.' રામ ગોપાલ વર્માએ કહ્યું, 'વૃદ્ધાવસ્થામાં એકબીજાની સંભાળ લેવા માટે લગ્ન કરવા કરતાં પગારદાર નર્સ એ વધુ સારો વિકલ્પ છે. નર્સ તેને સેલેરીવાળી નોકરી તરીકે કરશે જ્યારે પત્ની વૃદ્ધ માણસને કાયમ માટે દોષિત મહેસુસ કરાવશે.

રામ ગોપાલ વર્માએ એક પછી એક અનેક ટ્વિટ કર્યા

તેમણે આગળ કહ્યું, 'પ્રેમ આંધળો હોય છે અને લગ્ન આંખ ખોલનારી વસ્તુ છે'. દિગ્દર્શકે એમ પણ કહ્યું હતું કે, 'લગ્ન ત્યારે જ સફળ થઈ શકે છે જ્યારે તમારી પાસે એક જ વ્યક્તિને વારંવાર પ્રેમ કરવાની અસાધારણ ક્ષમતા હોય'. તેમણે પોતાની ટ્વિટ્સની સીરિઝને ખતમ કરતા છેલ્લે લખ્યું, 'આ દિવસોમાં છૂટાછેડાના દરમાં વધારો જોઈને, સૌથી મોટા મૂર્ખ લોકો તે ગરીબ માતા-પિતા છે જેઓ લગ્ન માટે ઘણા પૈસા ખર્ચે છે.' ઉલ્લેખનીય છે કે, ડાયરેક્ટરની આ પોસ્ટ પર ઘણા યુઝર્સ પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ સમાચાર શેર કરો