પ્રશાંત વર્માએ ફિલ્મ 'Mahakali'નું પોસ્ટર કર્યું રિલીઝ, આ જાણીતા એક્ટરે કર્યો છે શુક્રાચાર્યનો રોલ!
'Hanuman Movie'ના ડાયરેક્ટર પ્રશાંત વર્મા
પ્રકાશિત : •1 મિનિટ વાંચન સમય
'Hanuman Movie'ના ડાયરેક્ટર પ્રશાંત વર્મા ફરી એક વખત બોક્સ ઓફિસમાં તેમની નવી ફિલ્મના માધ્યમથી લોકોના દિલ જીતી રહ્યા છે. જણાવી દઈએ કે, ગઈ કાલે પ્રશાંત વર્માની ટીમે જાહેરાત કરી હતી કે તે લોકો કંઈક નવું લાવી રહ્યા છે. ત્યાર બાદ આજે પ્રશાંત વર્માએ તેમની અપકમિંગ ફિલ્મ 'Mahakali' વિષે અનાઉન્સમેન્ટ કર્યું છે.
'Mahakali'માં આ એક્ટર કરશે શુક્રાચાર્યનો રોલ
પ્રશાંત વર્માએ 'Mahakali' મૂવીના કેરેક્ટર શુક્રાચાર્યના રૂપે આ મોટા ફિલ્મ સ્ટારનો ફર્સ્ટ લુક રિલીઝ કરાયો છે. 'Mahakali'ના પોસ્ટરમાં દેખાઈ રહેલ અસુરગુરુ શુક્રાચાર્ય અન્ય કોઈ નહી પરંતુ ખુબ જ જાણીતા એક્ટર અક્ષય ખન્ના છે.
અસુરગુરુ શુક્રાચાર્યનો લુક
ફિલ્મ 'Mahakali'માં અસુર ગુરુ શુક્રાચાર્યનો રોલ બૉલીવુડના મોટા ફિલ્મ સ્ટાર અક્ષય ખન્નાએ નિભાવ્યો છે. આ ફિલ્મ ભારતીય સંસ્કૃતિની સૌથી શક્તિશાળી શક્તિઓમાંથી એક એવા મા મહાકાળી પર બની છે. તેથી આ ફિલ્મનું નામ પણ 'Mahakali' રાખવામાં આવ્યું છે. શુક્રાચાર્યના રોલમાં અક્ષય ખન્નાને ઓળખવા મુશ્કેલ છે. તે સફેદ રંગના કપડાં પહેરીને લાંબા સફેદ વાળ સાથે માથા પર તિલક લગાવેલા દેખાઈ રહ્યા છે. અક્ષય ખન્નાનો આ લુક અદ્દભૂત છે.
https://twitter.com/PrasanthVarma/status/1972883731729007070
ફિલ્મ રિલિઝ વિશે કોઈ વિગત નહી
'Mahakali' માટે આજે પ્રશાંત વર્માએ માત્ર શુક્રાચાર્યના રૂપમાં અક્ષય ખન્નાનું પોસ્ટર જ જાહેર કર્યું છે. ફિલ્મના અન્ય કાસ્ટ મેમ્બર્સ અને ફિલ્મની રિલીઝ ડેટ વિષે કોઈ જાણકારી જાહેર નથી કરી.