મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'પોકેમોન' સ્ટાર રશેલ લિલીસ કેન્સર સામેની જંગ હારી, 46 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

એનિમી વર્લ્ડની ફેમસ 'પોકેમોન' સીરિઝમાં મિસ્ટી અને જેસીના પાત્ર

'પોકેમોન' સ્ટાર રશેલ લિલીસ કેન્સર સામેની જંગ હારી, 46 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

એનિમી વર્લ્ડની ફેમસ 'પોકેમોન' સીરિઝમાં મિસ્ટી અને જેસીના પાત્રોને પોતાનો અવાજ આપનાર રશેલ લિલીસનું 46 વર્ષની વયે અવસાન થયું છે. તેના અનોખા અવાજ અને અભિનયથી, રશેલ લિલિસે મિસ્ટી અને જેસી જેવા પાત્રોને જીવંત કર્યા, જેને 'પોકેમોન'ના ફેન્સ ખૂબ પસંદ કરે છે. રશેલ લિલિસના મૃત્યુ અંગેની માહિતી તેની કો-સ્ટાર અને મિત્ર વેરોનિકા ટેલરે આપી હતી.

વેરોનિકા ટેલે પણ એનિમીની પહેલી આઠ સિઝનમાં એશ કેચમ અને તેની માતા ડેલિયાનો અવાજ આપ્યો હતો. વેરોનિકા ટેલરે તેના એક્સ (ટ્વિટર) હેન્ડલ દ્વારા રશેલ લિલીસના મૃત્યુની જાહેરાત કરી. રશેલને શ્રદ્ધાંજલિ આપતા તેણે લખ્યું, 'આપણે બધા રશેલ લિલીસને તેના અદ્ભુત પાત્રો માટે જાણીએ છીએ. તેમણે તેમના સુંદર અવાજ, ઉત્તમ કોમિક ટાઈમિંગ અને અનન્ય અભિનય કૌશલ્યથી આપણી શનિવારની સવાર અને સ્કૂલના કલાકો પહેલાં/પછીની મજા માણી છે.

રશેલ લિલીસનું નિધન

ટેલરે આગળ કહ્યું, 'હું ભારે હૃદય સાથે સમાચાર શેર કરું છું કે રશેલ લિલીસનું શનિવારે સાંજે, 10 ઓગસ્ટ, 2024ના રોજ નિધન થયું છે.' રશેલના નિધનના સમાચારથી આખી ઈન્ડસ્ટ્રી શોકમાં છે. તેમજ તેનો અવાજ પસંદ કરનારા ફેન્સ પણ આ સમાચારથી ચોંકી ગયા છે. રશેલ લિલિસે 90ના દાયકામાં વોઈસ-ઓવર આર્ટિસ્ટ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને ઝડપથી એનિમેશનની દુનિયામાં એક મોટો ચહેરો બની ગઈ.

એનિમેશનની દુનિયામાં એક મોટો ચહેરો

તેણે 1998માં શરૂ થયેલી 'પોકેમોન' એનિમી સીરિઝમાં વોટર-ટાઈપ જિમ લીડર મિસ્ટીને અવાજ આપ્યો હતો. એશ, પીકાચુ અને બ્રોક સાથે, મિસ્ટી પોકેમોન વિશ્વમાં સૌથી વધુ ઓળખી શકાય તેવા પાત્રોમાંનું એક બની ગયું. રશેલ લિલિસે કુખ્યાત ટીમ રોકેટ સભ્ય જેસીના પાત્રને પણ જીવંત બનાવ્યું, જે તેના પાર્ટનર જેમ્સ અને તેમના ટોકીંગ મીઓથ સાથે સીરિઝમાં ફેવરિટ વિલન બન્યા.

આ સમાચાર શેર કરો