Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : PM Modi is more talked about than Ranveer Singh in 'Dhurandhar 2'

VIDEO: 'Dhurandhar 2' માં રણવીર સિંહ કરતા પણ વધુ ચર્ચા PM મોદીની, ફિલ્મમાં ભજવ્યો મહત્ત્વનો રોલ

Timeછેલ્લું અપડેટ : 19 Mar 2026
લાઇવ ટીવીGoogle News
VIDEO: 'Dhurandhar 2' માં રણવીર સિંહ કરતા પણ વધુ ચર્ચા PM મોદીની, ફિલ્મમાં ભજવ્યો મહત્ત્વનો રોલ
સોર્સ : GSTV

આદિત્ય ધર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'Dhurandhar : The Revenge'' પ્રેક્ષકોની પહેલી પસંદ બની રહી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, સંજય દત્ત, અર્જુન રામપાલ અને આર. માધવન મુખ્ય ભૂમિકામાં છે.

App Store

'Dhurandhar' મૂવી રિલીઝ થયા પછીથી જ ચાહકો 'Dhurandhar 2' ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અને તે રાહ આજે ફિલ્મ રિલીઝ થયા બાદ સિનેમાઘરોમાં જોવા મળતી પ્રેક્ષકોની લાંબી લાઈનો પરથી સ્પષ્ટ દેખાય છે. 'Dhurandhar 2' માં આદિત્ય ધરે ઘણા એવા સરપ્રાઈઝ આપ્યા છે જે વાસ્તવિક જીવન સાથે મળતા આવે છે. આ ફિલ્મમાં વડાપ્રધાન મોદી પણ જોવા મળ્યા છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

'Dhurandhar 2' માં નરેન્દ્ર મોદીનો વીડિયો થયો વાયરલ

'Dhurandhar 2' રિલીઝ થઈ ચૂકી છે અને રિલીઝ થતાની સાથે જ ફિલ્મમાંથી ઘણા 'સ્પોઈલર્સ' સામે આવી રહ્યા છે. પ્રેક્ષકો સોશિયલ મીડિયા પર ફિલ્મની ક્લિપ્સ શેર કરી રહ્યા છે, જેમાં ભારતભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે જોડાયેલું એક દ્રશ્ય ખૂબ જ ચર્ચામાં છે. 

ફિલ્મમાં પીએમ નરેન્દ્ર મોદીની એક વીડિયો ક્લિપ બતાવવામાં આવી છે, જે નોટબંધી સાથે જોડાયેલી છે, જેમાં અચાનક દેશમાં નોટબંધી લાગુ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત, પીએમ નરેન્દ્ર મોદીની 2014 ની ચૂંટણી જીતવાનો ઉલ્લેખ પણ જોવા મળે છે. ફિલ્મમાં તેમનું પાત્ર એક અભિનેતાએ ભજવ્યું છે, જે અજય સન્યલ સાથે બેસીને મિશન અંગે મીટિંગ કરતા નજરે પડે છે. આ સિવાય, દાઉદ ઈબ્રાહિમ દ્વારા પીએમ મોદી વિશે વાત કરતો એક સીન પણ બતાવવામાં આવ્યો છે, જેમાં તે જણાવી રહ્યો છે કે કેવી રીતે પીએમ મોદી તેના માટે મુસીબત બની રહ્યા છે. ''Dhurandhar 2' માં પ્રેક્ષકોને આવા ઘણા સરપ્રાઈઝ જોવા મળવાના છે.