Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Controversy over Nora Fatehi and Sanjay Dutt's new song 'Sarke Chunar Teri' escalates, demand to ban it

VIDEO: Nora Fatehi અને Sanjay Duttના નવા ગીત 'Sarke Chunar Teri' પર વિવાદ વધ્યો, બેન કરવાની ઉઠી માંગ

Timeછેલ્લું અપડેટ : 17 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

નોરા ફતેહી અને સંજય દત્તનું નવું ગીત ‘સરકે ચુનર તેરી સરકે’ રિલીઝ થતાની સાથે જ વિવાદોમાં આવી ગયું છે. આ ગીતને લઈને હવે એક વકીલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) માં ફરિયાદ નોંધાવી છે અને તેને પ્રતિબંધિત (બેન) કરવાની માંગ કરી છે.

App Store

ગીતના શબ્દો અને વીડિયો પર ઉઠ્યા સવાલ

ફરિયાદમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે ગીતના લિરિક્સ અને વીડિયો અત્યંત અશ્લીલ અને વાંધાજનક છે, જે સમાજ પર, ખાસ કરીને બાળકો અને યુવાનો પર ખોટી અસર કરી શકે છે. એટલું જ નહીં, આ ફરિયાદને માહિતી અને પ્રસારણ મંત્રાલય સુધી પણ મોકલવામાં આવી છે અને તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

ફરિયાદકર્તાનું કહેવું છે કે ગીતમાં ‘ડબલ મિનિંગ’ (દ્વિઅર્થી) શબ્દો અને ઉશ્કેરણીજનક ડાન્સ સ્ટેપ્સ બતાવવામાં આવ્યા છે, જે જાહેર મર્યાદાની વિરુદ્ધ છે. આ સાથે જ ભારતીય ન્યાય સંહિતા (BNS), POCSO એક્ટ અને IT એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. વધુમાં, દિલ્હી પોલીસ સાયબર સેલમાં પણ અલગથી ફરિયાદ આપવામાં આવી છે.

લોકોમાં પણ રોષ જોવા મળ્યો

આ ગીતને લઈને સોશિયલ મીડિયા પર પણ લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે, ઘણા યુઝર્સ તેને ‘વલ્ગર’ અને ‘ભદ્દુ’ ગણાવી રહ્યા છે. સિંગર અરમાન મલિકે પણ 'X' (ટ્વિટર) પર પોસ્ટ કરીને ગીતના શબ્દો પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

ક્યારે રિલીઝ થશે 'KD - ધ ડેવિલ'?

‘કેડી - ધ ડેવિલ’ એ KVN પ્રોડક્શન્સના બેનર હેઠળ પ્રેમ દ્વારા નિર્દેશિત ફિલ્મ છે. આ ફિલ્મ 1970ના દાયકાની બેંગલોરની સાચી ઘટનાઓ પર આધારિત છે. આ એક પેન-ઈન્ડિયા ફિલ્મ છે જેમાં ધ્રુવ સરજા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં સંજય દત્ત, શિલ્પા શેટ્ટી અને નોરા ફતેહી પણ સામેલ છે. આ ફિલ્મ 30 એપ્રિલ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે. તે એક કન્નડ એક્શન-ડ્રામા ફિલ્મ છે, જેને કન્નડ ઉપરાંત હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.