Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Ranveer Singh's 'Dhurandhar: The Revenge' starts its dark batting, theaters are housefull

VIDEO/ Ranveer Singhની 'Dhurandhar: The Revange'ની ધુઆંધાર બેટિંગ શરુ, સિનેમાઘરો હાઉસફુલ

Timeછેલ્લું અપડેટ : 19 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર 2' સત્તાવાર રીતે 19 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. જોકે, આના એક દિવસ પહેલા તેનું પેઇડ પ્રિવ્યુ રાખવામાં આવ્યું હતું અને ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે.

App Store

ફિલ્મનો પહેલો ભાગ 5 ડિસેમ્બર 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયો હતો, જેણે ભારતમાં અંદાજે 840 કરોડનું કલેક્શન કર્યું હતું, જ્યારે વર્લ્ડવાઈડ તેની કમાણી 1300 કરોડની આસપાસ હતી. હવે 'ધુરંધર: ધ રિવન્જ' એ પેઇડ પ્રિવ્યુમાં જ બમ્પર ઓપનિંગ મેળવી છે.

કેટલું રહ્યું પહેલા દિવસનું કલેક્શન?

જોકે, ઘણા શહેરોમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે તેના અનેક શો કેન્સલ કરવામાં આવ્યા હતા, જેના કારણે ઘણા ફેન્સ નારાજ પણ થયા હતા. સેકનિલ્કના તાજેતરના રિપોર્ટ મુજબ, 'ધુરંધર 2' ના ભારતમાં કુલ 21,220 શો ચાલી રહ્યા છે, જેનાથી ભારતમાં 52.71 કરોડ અને કુલ નેટ 48.30 કરોડનું કલેક્શન થઈ ચૂક્યું છે. જ્યારે વર્લ્ડવાઈડ આ કમાણી 75 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. ફાઈનલ કલેક્શન હજુ આવવાનું બાકી છે.

તેના તેલુગુ વર્ઝને 1.25 કરોડ રૂપિયા અને તમિલ વર્ઝને 0.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે જ 'ધુરંધર' એ તેના પહેલા ભાગના કલેક્શનના રેકોર્ડને પણ તોડી નાખ્યો છે, જેણે બોક્સ ઓફિસ પર 27 કરોડ રૂપિયાની ઓપનિંગ લીધી હતી.

બોક્સ ઓફિસ પર ઐતિહાસિક રેકોર્ડ સેટ કરતા 'ધુરંધર 2' એ પેઇડ પ્રિવ્યુમાં જ 'બાઘી 4' ના આખા લાઇફટાઇમ કલેક્શનને પાછળ છોડી દીધું છે. 'ધુરંધર 2' એ 'બાઘી 4' ની કુલ કમાણી (અંદાજે 25-28 કરોડ રૂપિયા) ને માત્ર એક દિવસના પ્રિવ્યુમાં જ પાછળ છોડી દીધી છે.

કયા કલાકારો જોવા મળ્યા?

ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો, 'ધુરંધર: ધ રિવન્જ' માં રણવીર સિંહ, અર્જુન રામપાલ, સંજય દત્ત, આર. માધવન, સારા અર્જુન, રાકેશ બેદી, દાનિશ પંડોર, ગૌરવ ગેરા, માનવ ગોહિલ અને પાર્ટ 1 ના ઘણા કલાકારો ફરી જોવા મળી રહ્યા છે.