Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : 'Peddi' broke the records of blockbuster films like 'Pathan' and 'Dhurandhar' on the very first day!

'Peddi' એ પહેલા જ દિવસે 'Pathan' અને 'Dhurandhar' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તોડ્યા! ઓપનિંગ ડે પર કર્યું શાનદાર કલેક્શન

Timeછેલ્લું અપડેટ : 05 Jun 2026
લાઇવ ટીવીGoogle News
'Peddi' એ પહેલા જ દિવસે 'Pathan' અને 'Dhurandhar' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તોડ્યા!  ઓપનિંગ ડે પર કર્યું શાનદાર કલેક્શન
સોર્સ : GSTV

Peddi First Day Collection: સાઉથના સુપરસ્ટાર રામ ચરણની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પેડ્ડી’ 4 જૂન 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે અને રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર કમાણીનું વાવાઝોડું આવી ગયું છે. આ ફિલ્મમાં બોલિવૂડ અભિનેત્રી જાહ્ન્વી કપૂર લીડ રોલમાં હોવાના કારણે છેલ્લા ઘણા સમયથી બોલિવૂડમાં પણ તેની જોરદાર ચર્ચા હતી. હવે આ ફિલ્મે પહેલા જ દિવસે ઘણો સારો દેખાવ કર્યો છે.

App Store

બોક્સ ઓફિસ ટ્રેકિંગ કરનાર પ્રારંભિક આંકડાઓ અનુસાર, ‘પેડ્ડી’ ફિલ્મે ભારતમાં નેટ કલેક્શનમાં 50 કરોડનો આંકડો પાર કરી લીધો છે, જ્યારે વર્લ્ડવાઈડ કલેક્શન 100 કરોડને પાર પહોંચી ગયું છે. જોકે અન્ય ભાષાઓની સરખામણીમાં હિન્દી બેલ્ટમાં ફિલ્મનું કલેક્શન ઘણું ઓછું જોવા મળ્યું છે.

પહેલા દિવસનું શાનદાર કલેક્શન

એક અહેવાલ મુજબ ‘પેડ્ડી’ ફિલ્મે પહેલા દિવસે 12,412 શોઝ દ્વારા 51 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. પ્રી-પ્રિવ્યૂ શોઝની કમાણી ઉમેરતા આ નેટ કલેક્શન 69.50 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. ફિલ્મનું ઈન્ડિયા ગ્રોસ કલેક્શન 82.49 કરોડ રૂપિયા રહ્યું છે, જ્યારે ઓવરસીઝ ફિલ્મે 30 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મનું કુલ વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન 112.49 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

5 ભાષાઓમાં ઓપનિંગ કલેક્શનના આંકડા

રામ ચરણ અને જાહ્નવી કપૂરની આ ફિલ્મ કુલ 5 ભાષાઓમાં રિલીઝ થઈ છે, જેમાં સૌથી વધુ કમાણી તેલુગુ ભાષામાંથી થઈ છે:

•    તેલુગુ: 47.20 કરોડ રૂપિયા

•    હિન્દી: 3 કરોડ રૂપિયા

•    તમિલ: 45 લાખ રૂપિયા

•    કન્નડ: 25 લાખ રૂપિયા

•    મલયાલમ: 10 લાખ રૂપિયા

‘પઠાન’ અને ‘ગદર 2’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા

‘પેડ્ડી’ ફિલ્મે તેના ભવ્ય ઓપનિંગ સાથે બોલિવૂડની ઘણી ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મે રણવીર સિંહની ‘ધુરંધર’ (30 કરોડ), સની દેઓલની ‘ગદર 2’ (40 કરોડ) અને શાહરૂખ ખાનની ‘પઠાન’ (57 કરોડ) જેવી ફિલ્મોના ભારતના પહેલા દિવસના ગ્રોસ કલેક્શનના રેકોર્ડને પાછળ છોડી દીધા છે.

ફિલ્મ ‘પેડ્ડી’ વિશે

આ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે, જેની વાર્તા 1980ના દાયકાના આંધ્રપ્રદેશના એક ગામ પર આધારિત છે. ફિલ્મમાં ગામડાનો એક સામાન્ય માણસ સ્પોર્ટ્સ દ્વારા લોકોને એકજૂથ કરે છે અને તેની સામે એક શક્તિશાળી વ્યક્તિ આવીને ઊભો રહે છે.

આ ફિલ્મનું નિર્દેશન બુચી બાબુ સના દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રામ ચરણ અને જાહ્નવી કપૂર ઉપરાંત બોમન ઈરાની, શિવા રાજકુમાર, જગપતિ બાબુ અને દિવ્યેન્દુ જેવા જાણીતા કલાકારો પણ મહત્ત્વના રોલમાં જોવા મળી રહ્યા છે.

ટોપિક્સ:peddiram charangstv news