VIDEO: Ram Charanએ માંગી Jasprit Bumrahની માફી! 'Peddi' ઈવેન્ટમાં એક્ટરથી થઈ આ બે મોટી ભૂલ

રામ ચરણની ફિલ્મ ‘પેદ્દી’નું મ્યુઝિક લોન્ચ શનિવારે ભોપાલમાં ખૂબ જ ધૂમધામથી થયું હતું. આ ઈવેન્ટમાં જબરદસ્ત એનર્જી, ફેન્સનો ક્રેઝ અને કેટલાક મોટા સરપ્રાઈઝ જોવા મળ્યા હતા. પરંતુ આ દરમિયાન રામ ચરણથી બે એવી રમુજી ભૂલો થઈ ગઈ, જેના કારણે સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવી ગયું છે.
ભોપાલના લોકોને કહ્યા બિહારના લોકો
વાત જાણે એમ છે કે, પહેલા તો રામ ચરણો ભારતીય ક્રિકેટર જસપ્રિત બુમરાહને ભૂલથી ‘ફૂટબોલર’ કહી દીધો. ત્યારપછી એક બીજો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ભોપાલના લોકોને ‘બિહારના લોકો’ કહેતા જોવા મળ્યા. બસ પછી તો શું, ઈન્ટરનેટ પર લોકોએ રમૂજી પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું.
લોકોએ કરી રમુજી કોમેન્ટ્સ
‘પેદ્દી’ના આ ગ્રાન્ડ મ્યુઝિક લોન્ચમાં રામ ચરણની સાથે મ્યુઝિક કમ્પોઝર એ.આર. રહેમાન, જ્હાનવી કપૂર અને ફિલ્મની આખી ટીમ હાજર હતી. વીડિયો સામે આવ્યા બાદ કેટલાક યુઝર્સે રમુજી કોમેન્ટ્સ કરી હતી. એક યુઝરે કોમેન્ટ કરી કે- ‘ચરણ જી, વેલકમ ટુ બિહાર.’ આ સિવાય ઘણા લોકોએ તેમના વીડિયો પર મીમ્સ બનાવી દીધા.
ઈવેન્ટમાં જસપ્રિતને કહી દીધો હતો ફૂટબોલર
ઈવેન્ટ દરમિયાન એક રેપિડ-ફાયર સેગમેન્ટમાં રામ ચરણે જસપ્રિત બુમરાહનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમણે ‘ફૂટબોલને ઘણું આગળ પહોંચાડ્યું છે.’ આ સાંભળતા જ ત્યાં હાજર લોકો હસી પડ્યા અને સોશિયલ મીડિયા પર પણ આ ક્લિપ ઝડપથી વાયરલ થઈ ગઈ.
બાદમાં રામ ચરણે માગી હતી માફી
બાદમાં રામ ચરણે પોતાના એક્સ (પહેલા ટ્વિટર) એકાઉન્ટ પર આ ભૂલ માટે માફી પણ માગી હતી. તેમણે લખ્યું, ‘ઉફ્ફ... હું ખરેખર ઘણી વાર નામ ભૂલી જાઉં છું. જસપ્રિત બુમરાહ જી પાસે આ મિક્સ-અપ માટે માફી ચાહું છું. ભીડ અને ઉત્સાહની વચ્ચે આ એક માનવીય ભૂલ હતી. હું તેમનો ખૂબ આદર કરું છું અને તેમની રમતનો મોટો ફેન છું. તે દરેક ભારતીયને ગર્વ અનુભવાવે છે.’
'પેદ્દી' ફિલ્મ વિશે
ફિલ્મમાં રામ ચરણ એક મજૂર અને સ્પોર્ટ્સમેનના પાત્રમાં જોવા મળશે. ‘પેદ્દી’માં રામ ચરણ અને જ્હાનવી કપૂર ઉપરાંત શિવ રાજકુમાર, જગપથી બાબુ, દિવ્યેન્દુ શર્મા, રવિ કિશન અને બોમન ઈરાની પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 4 જૂન 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

