‘મિર્ઝાપુર’માંથી કપાયું પંકજ ત્રિપાઠીનું પત્તું, હવે આ એક્ટર ભજવશે કાલિન ભૈયાની ભૂમિકા?
લોકપ્રિય વેબ સીરિઝ ‘મિર્ઝાપુર 3’

લોકપ્રિય વેબ સીરિઝ ‘મિર્ઝાપુર 3’ તાજેતરમાં એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી છે. લોકોએ આ વેબ સીરિઝને ઘણો પ્રેમ આપ્યો છે. અલી ફઝલથી લઈને પંકજ ત્રિપાઠી સુધી, ‘મિર્ઝાપુર 3’એ હલચલ મચાવી દીધી છે. દરમિયાન, મિર્ઝાપુર વેબ સીરિઝને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સીરિઝ પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો પંકજ ત્રિપાઠી આ ફિલ્મમાં કાલીન ભૈયાનો રોલ નહીં કરે. આ ફિલ્મમાં તેનું સ્થાન હ્રિતિક રોશને લીધું છે. જોકે, હવે મિર્ઝાપુરના ડિરેક્ટરે આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે.
ડિરેક્ટરે જણાવી હકીકત
સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, વેબ સીરિઝ મિર્ઝાપુરથી પ્રેરિત ફિલ્મ બનવા જઈ રહી છે. લોકોએ દાવો કર્યો છે કે, પંકજ ત્રિપાઠી આમાં કાલીન ભૈયાનો રોલ નહીં કરે પરંતુ બોલિવૂડ સુપરસ્ટાર હ્રિરિતિક રોશન આ રોલ ભજવશે. હવે આ વિષય પર નિર્દેશક ગુરમીત સિંહે નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, અમે હજુ આ ફિલ્મ વિશે ચર્ચા કરી રહ્યા છીએ પરંતુ હજુ સુધી એ નક્કી નથી થયું કે આ ફિલ્મ બનશે કે નહીં. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, જો મિર્ઝાપુર પર ફિલ્મ બને છે તો તેમાં કાલીન ભૈયાનું પાત્ર કોણ ભજવે છે.
પૂરો થઈ ગયો કાલિન ભૈયાનો સમય
ઉલ્લેખનીય છે કે, વેબ સીરિઝ મિર્ઝાપુરના ત્રણેય ભાગમાં કાલિન ભૈયાનો ભૌકાલ જોવા મળ્યો. જ્યાં પહેલા ભાગમાં, કાલીન ભૈયાએ શરૂઆતથી જ મિર્ઝાપુર શહેર પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું હતું. તો બીજામાં ગુડ્ડુ ભૈયાએ તેને પડકાર ફેંક્યો. તો ‘મિર્ઝાપુર 3’માં કાલીન ભૈયાએ છેલ્લા એપિસોડમાં એવી હલચલ મચાવી હતી કે લોકો દંગ રહી ગયા હતા. લોકો ઈચ્છે છે કે, મિર્ઝાપુર પર બની રહેલી ફિલ્મમાં પંકજ ત્રિપાઠી કાલિન ભૈયાના રોલમાં જોવા મળે.






