મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Panchayat 3 Release Date / આતુરતાનો અંત... આ દિવસે રિલીઝ થશે 'પંચાયત'ની ત્રીજી સિઝન

આખો દેશ 'પંચાયત 3'ની રિલીઝ ડેટની રાહ જોઈ રહ્યો હતો. આ સિરીઝની ત્રીજી સિઝન મુલતવી રાખવામાં આવી હતી. દરેક વખતે રિલીઝ ડેટના

Panchayat 3 Release Date / આતુરતાનો અંત... આ દિવસે રિલીઝ થશે 'પંચાયત'ની ત્રીજી સિઝન

આખો દેશ 'પંચાયત 3'ની રિલીઝ ડેટની રાહ જોઈ રહ્યો હતો. આ સિરીઝની ત્રીજી સિઝન મુલતવી રાખવામાં આવી હતી. દરેક વખતે રિલીઝ ડેટના સમાચાર આવતા હતા, પરંતુ પછી તેને નકારી દેવામાં આવતા હતા. આ વખતે આ સમાચારની પુષ્ટિ થઈ છે કારણ કે તેની જાહેરાત પ્રાઈમ વીડિયો દ્વારા કરવામાં આવી છે. આ સાથે ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે.  

નિર્માતાઓએ રિલીઝ ડેટની જાહેરાત કરવા માટે એક ઝુંબેશ શરૂ કરી હતી. આ અંતર્ગત લોકોએ વેબસાઈટ પર જઈને દૂધી દૂર કરવાની હતી. નિર્માતાઓએ કહ્યું હતું કે જ્યારે તમામ દૂધી દૂર કરવામાં આવશે, ત્યારે તેઓ રિલીઝ ડેટ જાહેર કરશે. વાસ્તવમાં પ્રાઈમે બે દિવસ પહેલા એક વીડિયો શેર કર્યો હતો. કહેવામાં આવ્યું કે, જો તમારે પણ 'પંચાયત 3'ની રિલીઝ ડેટ જાણવી હોય તો panchayat3date.com વેબસાઈટ પર જઈને તમામ દૂધી દૂર કરો. આ ચેલેન્જ પછી હવે પ્રાઈમે આખરે રિલીઝ ડેટ જાહેર કરી છે. 

આ તારીખે રિલીઝ થશે 'પંચાયત 3'

પંચાયતની યાત્રા 2020માં શરૂ થઈ હતી. એટલે કે પહેલી સિઝન 2020માં આવી હતી. TVFની આ સિરીઝની બીજી સિઝન મે 2022માં રિલીઝ થઈ હતી. પ્રથમ સિઝન લોકપ્રિય હતી, અને બીજી સિઝને પણ ધૂમ મચાવી હતી. ત્યારથી લોકો ત્રીજી સિઝનની રાહ જોઈ રહ્યા હતા. અગાઉ જાન્યુઆરીમાં તેની રિલીઝના અહેવાલ આવ્યા હતા. રિલીઝ ડેટ 15 જાન્યુઆરી હોવાનું કહેવાયું હતું. કોઈ કારણસર તેને આગળ ધકેલી દેવામાં આવી હતી.

ત્યારપછી IPL અને ચૂંટણીને કારણે મેકર્સે તેની રિલીઝને રોકી દીધી હતી. પરંતુ 'પંચાયત 3' ક્યારે આવશે આ સવાલનો જવાબ હવે મળી ગયો છે. 28મી મેના રોજ પંચાયતની ત્રીજી સિઝન રિલીઝ થશે.

TVFની આ સિરીઝમાં જીતેન્દ્ર કુમાર, રઘુબીર યાદવ, નીના ગુપ્તા, ચંદન રોય, વિનોદ પાઠક, દુર્ગેશ કુમાર અને ફૈઝલ મલિક મુખ્ય ભૂમિકામાં છે. તે ચંદન કુમાર દ્વારા લખવામાં આવી છે અને દિપક કુમાર મિશ્રા દ્વારા તેનું  દિગ્દર્શન કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો