સૈફ અલી ખાન હુમલા કેસમાં મધ્યપ્રદેશથી એક શંકાસ્પદની અટકાયત, પોલીસ કરી રહી છે પૂછપરછ
સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીએ ખૂની હુમલાની ઘટના બની હતી, ત્યારથી પોલીસ આરોપીને પકડવા તપ

સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીએ ખૂની હુમલાની ઘટના બની હતી, ત્યારથી પોલીસ આરોપીને પકડવા તપાસમાં લાગી ગઈ છે. ઘણા લોકોની પૂછપરછ કરી રહી છે. આવી સ્થિતિમાં મળતા સમચાર મુજબ મુંબઈ પોલીસે મધ્યપ્રદેશથી એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. આ શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં તેની ભૂમિકાની તપાસ ચાલુ છે.
આ પણ વાંચોઃ 'આ જજ બહુ બોલે છે', ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સામે વકિલ બાખડ્યા
જણાવી દઈએ કે પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં લગભગ 50 લોકોની પૂછપરછ કરી છે. આ કેસમાં આરોપીને ઝડપવા માટે 35 ટીમો તૈનાત કરવામાં આવી છે, જે આરોપીઓના સુરાગ શોધવામાં રોકાયેલી છે.
સૈફ પર હુમલાના શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થઈ?
જણાવી દઈએ કે સૈફ પર હુમલાને 60 કલાકથી વધુ સમય થઈ ગયો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પોલીસે આરોપીઓની ઓળખ કરી લીધી છે. સીસીટીવીમાં દેખાતા આરોપી જેવો જ એક વ્યક્તિ સામે આવ્યો છે. જોકે, પોલીસે તેને આરોપી તરીકે જાહેર કર્યો નથી. જોકે, એવી શંકા છે કે આ એ જ વ્યક્તિ હોઈ શકે છે જેણે સૈફ પર ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો.






