મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

હવે વરુણ ધવન ભાડાના મકાનમાં નહીં રહે, પિતા બનતાં જ ચમક્યું નસીબ, મુંબઈમાં ખરીદ્યો કરોડોનો આલીશાન બંગલો

વરુણ ધવન હાલમાં જ આવેલી ફિલ્મ 'બેબી જોન' માટે ચર્ચામાં હતો. આ ફિલ્મમાં તેની એક્ટિંગને દર્શકો અને સમીક્ષકો

હવે વરુણ ધવન ભાડાના મકાનમાં નહીં રહે, પિતા બનતાં જ ચમક્યું નસીબ, મુંબઈમાં ખરીદ્યો કરોડોનો આલીશાન બંગલો

વરુણ ધવન હાલમાં જ આવેલી ફિલ્મ 'બેબી જોન' માટે ચર્ચામાં હતો. આ ફિલ્મમાં તેની એક્ટિંગને દર્શકો અને સમીક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. ગયા વર્ષે જૂનમાં વરુણ ધવન એક પુત્રીનો પિતા બન્યો હતો. તેણે પત્ની નતાશા દલાલ સાથે પોતાના પહેલા બાળકનું સ્વાગત કર્યું. દીકરીના જન્મ પછી વરુણ ધવનનું નસીબ ચમકી ગયું છે. અત્યાર સુધી ભાડાના મકાનમાં રહેતા અભિનેતાએ પોતાના સપનાનું નવું ઘર ખરીદ્યું છે.

આ પણ વાંચો: ક્રાઈમ પેટ્રોલ ફેમ અભિનેતા પર હુમલો, લુખ્ખા તત્વોએ ચાકુ અને લોખંડના સળિયાથી કર્યો વાર

રિપોર્ટ અનુસાર વરુણ ધવનનું આ નવું લક્ઝરી એપાર્ટમેન્ટ મુંબઈના જુહુમાં આવેલું છે. આ લક્ઝરી એપાર્ટમેન્ટ સાતમા માળે આવેલું છે. રિપોર્ટ અનુસાર, આ પ્રોજેક્ટ 31 મે, 2025 સુધીમાં પૂર્ણ થશે, ત્યારબાદ તેઓ તેમના નવા મકાનમાં શિફ્ટ થઈ જશે.

વરુણના ઘરની કિંમત 

રિપોર્ટ અનુસાર, વરુણ ધવન અને નતાશા દલાલના આ નવા ઘરની કિંમત 44.52 કરોડ રૂપિયા છે. 5,112 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા વરુણ ધવનના આ આલીશાન ઘરમાં 4 કાર પાર્કિંગ છે. રિપોર્ટ મુજબ, દંપતીએ ગયા વર્ષે 3 ડિસેમ્બરે તેમની સંપત્તિનું રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યું હતું. જોકે, વરુણ ધવન અને નતાશા દલાલે હજુ સુધી તેમના નવા ઘરની ખરીદીની જાહેરાત કરી નથી.

વરુણ ભાડાના મકાનમાં રહેતો હતો

તમને જણાવી દઈએ કે, આ પહેલા દીકરીના જન્મ પછી વરુણ ધવન અને નતાશા દલાલ ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. આ બંને રિતિક રોશનના જૂના ઘરમાં રહેતા હતા અને અક્ષય કુમાર અને સાજિદ નડિયાદવાલા તેમના પાડોશી હતા.

બેબી જ્હોનની રિમેક હતી

હવે જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વરુણ ધવનની ફિલ્મ 'બેબી જોન'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તે વામિકા ગબ્બી અને કીર્તિ સુરેશ સાથે જોવા મળ્યો હતો. ફિલ્મે બોક્સ ઓફિસ પર યોગ્ય કલેક્શન નોંધાવ્યું હતું. આ ફિલ્મ એટલીની 2016માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ 'થેરી'ની હિન્દી રિમેક છે.

આ સમાચાર શેર કરો