મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ક્રાઈમ પેટ્રોલ ફેમ અભિનેતા પર હુમલો, લુખ્ખા તત્વોએ ચાકુ અને લોખંડના સળિયાથી કર્યો વાર

બોલિવૂડ ફિલ્મો, વેબ સિરીઝ અને ક્રાઈમ પેટ્રોલ જેવા શોમાં કામ કરી ચૂકેલા બોલિવૂડ એક્ટર રાઘવ તિવારી પર શનિવારે હુમલો થયો હતો.

ક્રાઈમ પેટ્રોલ ફેમ અભિનેતા પર હુમલો, લુખ્ખા તત્વોએ ચાકુ અને લોખંડના સળિયાથી કર્યો વાર

બોલિવૂડ ફિલ્મો, વેબ સિરીઝ અને ક્રાઈમ પેટ્રોલ જેવા શોમાં કામ કરી ચૂકેલા બોલિવૂડ એક્ટર રાઘવ તિવારી પર શનિવારે હુમલો થયો હતો. મુંબઈના વર્સોવામાં તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં રાઘવ ઘાયલ થયો હતો.

આ પણ વાંચો: VIDEO / છૂટાછેડાની અફવાઓ વચ્ચે ફરી સાથે જોવા મળ્યા અભિષેક-ઐશ્વર્યા, લોકોએ કહ્યું- 'પરફેક્ટ કપલ'

આરોપી મોહમ્મદ ઝૈદ પરવેઝ શેખ વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 118 (1) અને 352 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જો કે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

અભિનેતા શોપિંગ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો

અભિનેતા રાઘવ તિવારીએ જણાવ્યું કે ઘટના સમયે તે પોતાના મિત્ર સાથે શોપિંગ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. રોડ ક્રોસ કરતી વખતે તે બાઇક સાથે અથડાયો હતો. રાઘવે કહ્યું કે તે તેની ભૂલ હતી, તેથી તેણે તરત જ માફી માંગી અને આગળ વધવા લાગ્યો. પરંતુ આરોપી બાઇક સવારોએ અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું હતું. રાઘવે જ્યારે તેનું કારણ પૂછ્યું તો આરોપીએ બાઇક પરથી નીચે ઉતરીને ગુસ્સામાં તેના પર છરી વડે બે વાર હુમલો કર્યો. આ પછી આરોપીએ તેને લાત મારી જેના કારણે તે પડી ગયો.

રાઘવને માથાના ભાગે લોખંડના સળિયા વડે બે વાર હુમલો

રાઘવે જણાવ્યું કે આરોપીએ બાઇકની ડેકીમાંથી દારૂની બોટલ અને લોખંડનો સળિયો કાઢ્યો. રક્ષણ માટે રાઘવે રસ્તા પર પડેલું લાકડું ઉપાડ્યું અને આરોપીના હાથ પર વાગ્યું, જેના કારણે બોટલ નીચે પડી ગઈ. આ પછી આરોપીઓએ રાઘવ પર લોખંડના સળિયા વડે તેના માથા પર બે વાર હુમલો કર્યો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ. રાઘવના મિત્રો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેની સારવાર કરવામાં આવી. સારવાર બાદ તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસની કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરતા રાઘવે કહ્યું કે આરોપી હજુ પણ ધરપકડથી બચી રહ્યો છે અને મુક્તપણે ફરે છે. તેણે એ પણ જણાવ્યું કે આરોપી તેની બિલ્ડીંગની નીચે દેખાઈ રહ્યો છે. રાઘવે ચિંતા વ્યક્ત કરી કે જો તેને કે તેના પરિવારને કંઈ થશે તો તેની જવાબદારી પોલીસની રહેશે.

આ સમાચાર શેર કરો