VIDEO / છૂટાછેડાની અફવાઓ વચ્ચે ફરી સાથે જોવા મળ્યા અભિષેક-ઐશ્વર્યા, લોકોએ કહ્યું- 'પરફેક્ટ કપલ'
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ગયા વર્ષે ઘણા સમાચારમાં હતા. બંને વિશે એવી ઘણી અટકળો ચાલી રહી હતી ક

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ગયા વર્ષે ઘણા સમાચારમાં હતા. બંને વિશે એવી ઘણી અટકળો ચાલી રહી હતી કે આ કપલ ટૂંક સમયમાં છૂટાછેડા લઈ શકે છે. જોકે, તમામ દાવાઓ છતાં બંનેએ આ અંગે મૌન જાળવી રાખ્યું હતું. તાજેતરમાં જ તેઓ બંને તેમની પુત્રી આરાધ્યાની શાળાના એન્યુઅલ ફંક્શનમાં પણ સાથે જોવા મળ્યા હતા, ત્યારબાદ તે સ્પષ્ટ થઈ ગયું કે તેમના અલગ થવાના સમાચાર માત્ર અફવા છે.
આ પણ વાંચો: કેન્સરની સારવાર વચ્ચે સ્ક્રીન પર પરત ફરશે હિના ખાન, 'ગૃહ લક્ષ્મી' બનીને જીતશે ફેન્સના દિલ
અભિષેક-ઐશ્વર્યા રજાઓ બાદ સાથે પરત ફર્યા
હવે ફરી એકવાર અભિષેક-ઐશ્વર્યા સાથે જોવા મળ્યા છે. તાજેતરમાં જ આરાધ્યા સાથે નવું વર્ષ સેલિબ્રેટ કરીને બંને મુંબઈ પરત ફર્યા હતા. પરિવારને એકસાથે જોઈને ફેન્સે પણ રાહતનો શ્વાસ લીધો છે. આ કપલને સાથે જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે.
ફેન્સ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે
એક ફેનેકહ્યું, "તેઓ એકસાથે ખૂબ જ સુંદર લાગે છે." અન્ય એક ફેને લખ્યું, "હું ખુશ છું કે તેઓ સાથે છે. લોકોએ સમજવું જોઈએ કે દરેક લગ્ન પબ્લિસિટી સ્ટંટ માટે નથી હોતા. કેટલાક લોકો તેમની પ્રાઈવસીને વધુ મહત્ત્વઆપે છે." અન્ય એક ફેને લખ્યું, "તેમને એક પરિવાર તરીકે જોઈને ખૂબ આનંદ થયો." એક વ્યક્તિએ લખ્યું, "પરફેક્ટ કપલ."
અભિષેક ટૂંક સમયમાં આ ફિલ્મમાં જોવા મળશે
ઐશ્વર્યા, આરાધ્યા અને અભિષેકનો આ વીડિયો ફેન્સમાં ઘણી ચર્ચામાં છે. વીડિયોમાં અભિનેત્રી પાપારાઝીને નવા વર્ષની શુભેચ્છા પાઠવતી જોવા મળે છે. આ સિવાય અભિષેકે પણ શુભેચ્છા પાઠવી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિષેક બચ્ચન ટૂંક સમયમાં ફિલ્મ 'કિંગ'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન અને સુહાના ખાન પણ છે.






