Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Nora Fatehi appeared before the Women's Commission in the 'Sarke Chunar' song controversy, said- 'This was a situation in which I...'

'Sarke Chunar' ગીત વિવાદ; મહિલા આયોગ સમક્ષ હાજર થઈ Nora Fatehi, કહ્યું- ‘આ એક એવી પરિસ્થિતિ હતી જેમાં...’

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
'Sarke Chunar' ગીત વિવાદ; મહિલા આયોગ સમક્ષ હાજર થઈ Nora Fatehi, કહ્યું- ‘આ એક એવી પરિસ્થિતિ હતી જેમાં...’
સોર્સ : GSTV

અપકમિંગ ફિલ્મ 'કેડી ધ ડેવિલ'ના ગીત 'સરકે ચુનર' પર થયેલા વિવાદ બાદ ગુરુવારે અભિનેત્રી નોરા ફતેહી રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) સમક્ષ હાજર થઈ હતી. અહીં તેણે મીડિયા સાથે વાતચીત કરતા પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

App Store

માર્ચ 2026માં રિલીઝ થયેલા અભિનેત્રી નોરા ફતેહીના ગીત 'સરકે ચુનર' પર ભારે વિવાદ થયો હતો. હવે આ મામલે ગુરુવારે અભિનેત્રી રાષ્ટ્રીય મહિલા આયોગ સમક્ષ હાજર થઈ હતી અને પોતાની સફાઈ આપી હતી.

'કોઈને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો'

રાષ્ટ્રીય મહિલા આયોગની ઓફિસમાંથી બહાર નીકળતી વખતે નોરાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, "આ માત્ર એક એવી પરિસ્થિતિ હતી જેમાં મને મૂકવામાં આવી હતી અને મારો ઈરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો નહોતો. એક કલાકાર તરીકે મારે મારી જવાબદારી નિભાવવી જ પડશે. મેં માફી માંગી લીધી છે અને બધું લેખિતમાં આપી દીધું છે. આયોગના સભ્યો ખૂબ જ દયાળુ અને મદદગાર છે."

નોરાએ આગળ ઉમેર્યું કે, "સમાજ તરફથી મળેલા પ્રેમને પરત કરવો એ આપણી જવાબદારી છે, તેથી મેં નિર્ણય લીધો છે કે હું કેટલીક અનાથ છોકરીઓના શિક્ષણનો ખર્ચ ઉઠાવીશ. આ વિવાદ બાદ હવે અમારું લક્ષ્ય આ જ છે."

સંજય દત્ત અગાઉ જ હાજર થઈ ચૂક્યા છે

આ મામલામાં રાષ્ટ્રીય મહિલા આયોગે નોરા ફતેહી પહેલા સંજય દત્તને તેડું મોકલ્યું હતું. 27 એપ્રિલના રોજ થયેલી રજૂઆતમાં અભિનેતાએ ગીત માટે માફી માંગી હતી. તેની સાથે જ સામાજિક કલ્યાણ અને મહિલા સશક્તિકરણમાં યોગદાન તરીકે 50 આદિવાસી છોકરીઓના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાનું વચન આપ્યું હતું, ત્યારબાદ તેમને આયોગ તરફથી રાહત મળી હતી.

શું હતો સમગ્ર મામલો?

ફિલ્મ 'કેડી: ધ ડેવિલ'નું ગીત 'સરકે ચુનર' માર્ચ મહિનામાં રિલીઝ કરવામાં આવ્યું હતું. રિલીઝ બાદ પ્રેક્ષકોએ તેની આકરી ટીકા કરી હતી. આ હિન્દી ગીતના શબ્દો અને વિઝ્યુઅલ્સ બંને અશ્લીલ અને વાંધાજનક લાગતા સોશિયલ મીડિયા પર હોબાળો થયો હતો.

ત્યારબાદ નિર્માતાઓએ માફી માંગીને આ ગીતને તમામ પ્લેટફોર્મ પરથી હટાવી દીધું હતું. આ સાથે જ રાષ્ટ્રીય મહિલા આયોગે અભિનેત્રી નોરા ફતેહી અને અભિનેતા સંજય દત્ત સામે કડક વલણ અપનાવ્યું હતું.