મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ કરી સગાઈ, નાગાર્જુને તસવીરો શેર કરી ભાવિ પુત્રવધૂ પર વરસાવ્યો પ્રેમ

નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાની સગાઈ થઈ ગઈ છે. હવે બંનેની તસવીરો સોશિયલ મીડિયા

નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ કરી સગાઈ, નાગાર્જુને તસવીરો શેર કરી ભાવિ પુત્રવધૂ પર વરસાવ્યો પ્રેમ

નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાની સગાઈ થઈ ગઈ છે. હવે બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલા ઘણા સમયથી ડેટ કરી રહ્યા હોવાના સમાચાર હતા. થોડા દિવસોથી એવી વાતો ચાલી રહી હતી કે, 8 ઓગસ્ટે આ કપલ સગાઈ કરી શકે છે અને આખરે કપલે સગાઈ કરી લીધી છે. હવે આ કપલ જલ્દી લગ્ન કરી શકે છે. રિપોર્ટ અનુસાર આ સગાઈ સેરેમનીમાં માત્ર પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. શોભિતા અને નાગાએ તેમની સગાઈની યોજના વિશે તેમની ટીમ અથવા નજીકના મિત્રોને પણ જાણ કરી ન હતી. કપલની ઇચ્છા હતી કે તે શક્ય તેટલું શાંતિથી થાય. આ સમારોહ જ્યુબિલી હિલ્સમાં નાગા ચૈતન્યના નવા ઘરમાં યોજાયો હતો. જે તેણે સામંથાથી અલગ થયા બાદ ખરીદ્યો હતો.

પિતાએ આપ્યા આશીર્વાદ 

હાલમાં જ જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તેમાં નાગા ચૈતન્યના પિતા નાગાર્જુન પણ આ કપલ સાથે જોવા મળી રહ્યા છે અને નાગાર્જુન અક્કીનેનીએ તેમના પુત્ર નાગા ચૈતન્યની સગાઈની કેટલીક તસવીરો શોભિતા ધૂલીપાલા સાથે શેર કરી છે. બંને એકસાથે સારા દેખાઈ રહ્યા છે. નાગા ચૈતન્યએ સફેદ રંગનો પરંપરાગત કર્તા પાયજામા પહેર્યો છે, જ્યારે શોભિતાએ પીચ અને ગુલાબી રંગની સાડી પહેરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

પિતાએ પોસ્ટ કર્યું

નાગાર્જુને તેમની સગાઈની જાહેરાત કરતી એક પોસ્ટ લખી છે. તેણે શોભિતાનું તેના પરિવારમાં સ્વાગત કર્યું અને લખ્યું, "અમે અમારા પુત્ર નાગા ચૈતન્યની સગાઈની જાહેરાત કરતા ખુશ છીએ, જે આજે સવારે 9:42 વાગ્યે, શોભિતા ધૂલીપાલા સાથે થઈ હતી!! અમારા પરિવારમાં તેમનું સ્વાગત કરવામાં અમને ખૂબ આનંદ અનુભવી રહ્યા છીએ. અભિનંદન કપલને ભગવાન આશીર્વાદ આપતા રહે. 8.8.8 અનંત પ્રેમની શરૂઆત!’

કપલ ક્યારે લગ્ન કરશે?

નાગા ચૈતન્ય અને શોભિતા અગાઉ સાથે રજાઓ માણતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બંને લંડનમાં ફરતા અને વાઈન ટેસ્ટિંગ સેશન માણતા સાથે જોવા મળ્યા હતા. આ સિવાય એક સરખા બેકગ્રાઉન્ડવાળી ઘણી તસવીરો પણ વાયરલ થઈ છે. નાગા ચૈતન્યએ તેની પૂર્વ પત્ની સાથેની તમામ તસવીરો તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી હટાવી દીધી છે. આ સિવાય અહેવાલો છે કે નાગા ચૈતન્ય અને શોભિતા 2024ના અંત સુધીમાં લગ્ન કરી શકે છે.

આ સમાચાર શેર કરો