Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : 'My parents raised me like a daughter, so I couldn't do such work'

'મારા માતાપિતાએ મને દીકરીની જેમ સાચવ્યો, એટલે આવા કામ હું નહોતો કરી શકતો'

Timeછેલ્લું અપડેટ : 10 Nov 2025
લાઇવ ટીવીGoogle News
'મારા માતાપિતાએ મને દીકરીની જેમ સાચવ્યો, એટલે આવા કામ હું નહોતો કરી શકતો'
સોર્સ : GSTV

'ગલી બોય', 'ડાર્લિંગ્સ', 'દહાડ' જેવા પ્રોજેક્ટ્સ પર કામ કરનાર વિજય વર્મા તાજેતરમાં એક ટોક શોમાં આવ્યા હતા. ડિપ્રેશન, એન્ગ્ઝાઇટી, સ્ટ્રગલ, પર્સનલ લાઇફ, રિલેશનશિપ, દરેક વાત પર વિજયે ખુલ્લેઆમ વાત કરી. વિજયે જણાવ્યું કે તેમણે ઘણા બધા કોર્સ કર્યા, જેથી તે પૈસા કમાઈ શકે. એક્ટિંગમાં આવવા માટે પણ તેમણે ઘણા બધા રસ્તા અપનાવ્યા, સિમ કાર્ડ્સ સુધી વેચ્યા જે ઘણી કઠિન જોબ હતી. બધા કામ કરતા-કરતા વિજયને અહેસાસ થયો કે એક્ટિંગ જ તેમનું સાચુ પેશન છે.

App Store

વિજયે વેચ્યા સિમ કાર્ડ્સ

વિજયે કહ્યું- મેં લગભગ ૫ અલગ-અલગ પ્રકારના કોર્સ કર્યા. સોફ્ટવેર એન્જિનિયરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટનો પણ કોર્સ કર્યો. મેં બી.કોમ કર્યું, તે પછી ઘણી બધી વસ્તુઓ કરી, પણ કંઈ ક્લિક ન થયું. મેં ૩ મહિના કોલ સેન્ટરમાં ટ્રેનિંગ લીધી. પછી છોડી દીધી. મેં મોબાઇલ કંપની માટે કામ કર્યું. હું સિમ કાર્ડ્સ વેચવા લાગ્યો. આ બધું કરવા માટે હું લગભગ ૩૦-૪૦ કિલોમીટર બાઇક ચલાવીને જતો હતો. પછી ભલે કોઈપણ વેધર કેમ ન હોય. હું એક મારવાડી ફેમિલીમાંથી આવું છું, જ્યાં મને એક દીકરીની જેમ નજાકતથી ઉછેર કરવામાં આવ્યો છે. આ બધા કામ જ્યારે હું કરતો હતો તો મારા માટે આ ઘણું ટફ હતું. મારા પર ૪ સેલ્સનું ટાર્ગેટ હતું, પણ હું ત્રણ જ કરીને પાછો આવી શકતો હતો. બોસ મને પૂછતા હતા કે ચોથું સેલ કેમ ન કર્યું. મને ખૂબ ખરાબ લાગતું હતું. મેં એક દિવસ તેમને કહ્યું કે હું એક દિવસ તમારા શોરૂ પર મારો ફોટો લગાવીશ. આ બ્રાન્ડનો એમ્બેસેડર બનીશ. આજે છું.

વિજયે એક્ટિંગમાં લીધું એડમિશન

ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં વિજયે દાખલો લીધો, પહેલી વખત તે સિલેક્ટ ન થયા. એક વર્ષ હૈદરાબાદમાં વિજયે થિયેટર કર્યું, અને જ્યારે મેં પહેલી વખત પહેલા શો માટે સ્ટેજ પર પોતાનો પગ મૂક્યો તો તાળીઓ વાગવા લાગી. લોકો હસવા લાગ્યા. મેં વિચાર્યું કે આ સારું છે. મને સારું લાગ્યું. વિચાર્યું કે મારે આ જ કરવું હતું. હું થિયેટર કરતો રહ્યો, ફેમિલીથી છુપાવીને, કોલેજ જાઉં છું કહીને થિયેટર જતો રહેતો હતો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો વિજયને છેલ્લે નેટફ્લિક્સની ફિલ્મ 'IC814'માં જોવા મળ્યા હતા. આ એક ક્રાઇમ થ્રિલર ફિલ્મ હતી. આમાં નસીરુદ્દીન શાહ, અરવિંદ સ્વામી અને દિયા મિર્ઝા પણ લીડ રોલમાં નજરે પડ્યા હતા. હાલમાં વિજય પાસે બે અન્ય ફિલ્મો છે, જેના પર તે કામ કરી રહ્યા છે.