2012માં ઘૂમ મચાવનારી ફિલ્મ રાઉડી રાઠોડની બનશે સિક્વલ, પણ હવે બદલાઈ જશે વિક્રમ રાઠોડ

નિર્માતા સંજય લીલા ભણશાલી અને રોની સ્ક્રવાલાની ફિલ્મ રાઉડી રાઠોડ એ વર્ષ 2012માં ઘૂમ મચાવી હતી. તેઓ પોતાની આ હિટ ફિલ્મ રાઉડી રાઠોડ-2ની યોજના બનાવી રહ્યા છે. મૂળ ફિલ્મમાં અક્ષય કુમારે વિક્રમ સિંહ રાઠોડનો રોલ ભજવ્યો હતો. પરંતુ હવે તે આ સીકવલમા જોવા નહીં મળે.
એક અહેવાલમાં આ માહિતી જાણવા મળી છે. તે મુજબ ભણશાલી અક્ષય કુમારના સ્થાને એક પૈન ઇન્ડિયા સ્ટારને લેવાના છે. સંજય લીલા ભણશાલીની ટીમ રાઉડી રાઠોડ-2 પર કામ કરી રહી છે.
કાસ્ટ હજી ફાઇનલ નથી
રાઉડી રાઠોડ-2 ફિલ્મની કાસ્ટને હજી ફાઇનલ કરવામાં આવી નથી. પરંતુ જલદી મોટા પૈન ઇન્ડિયા સ્ટારને આ ફિલ્મની સીકવલમાં કાસ્ટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાઉડી રાઠોડમાં અક્ષય કુમાર સાથે સોનાક્ષી સિંહા જોવા મળી હતી. આ ફિલ્મને પ્રભુદેવાએ ડાયરેકટ કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયાનું કલેકશન કર્યું હતું.

