અનુષ્કા શર્મા 7 વરસ પછી કરી શકે છે કમબેક, ચકદા એક્સપ્રેસને રિલીઝ કરવાની કરી રહી છે તૈયારી

વામિકા અને અકાયના જન્મ બાદ અનુષ્કા શર્મા તેના પતિ વિરાટ કોહલી અને પરિવાર સાથે જ વ્યસ્ત છે. પણ તે 7 વરસ પછી રૂપેરી પડદે કમબેક કરવાની તૈયારી કરી રહી છે. તેની અટકી પડેલી ચકદા એક્સપ્રેસને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાના પ્રયાસ રૂપે વાતચીત કરી રહી છે. ચકદા એક્સપ્રેસનું નિર્માણ નેટફ્લિક્સને જોઇતું હતું તે રીતે ન બન્યું હોવાથી ફિલ્મ બાબતે વિવાદ થયો હતો. તેથી જ આ ફિલ્મને રિલીઝ કરવામાં આવી નહીં. હવે અનુષ્કા શર્મા ફિલ્મને રિલીઝ કરવાના પ્રયાસ કરી રહી છે.
લેખિત સંદેશો મોકલીને ફિલ્મ રિલીઝ કરવાનું કહ્યું
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઐતિહાસિક જીત પછી અનુષ્કા પોતાની ફિલ્મને રિલીઝ કરવાનો ફાયદો ઉઠાવવા માંગે છે. ચકદા એક્સપ્રેસને ફિલ્મસર્જક ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિકસના અધિકારીઓને લેખિત સંદેશો મોકલીને ફિલ્મ રિલીઝ કરવાનું કહી રહી છે.
એક સૂત્રે જણાવ્યું હતું કે, અનુષ્કાએ નેટફ્લિકસને વ્યક્તિગત રીતે ચિઠ્ઠી લખીને ફિલ્મને રિલીઝ કરવાનું કીધું છે. અનુષ્કા શર્માની ચકદા એક્સપ્રેસ ફિલ્મનું શૂટિંગ 2022માં પુરી થઇ ગઇ હતી. આ ફિલ્મને 2023માં રિલીઝ કરવાની યોજના હતી, પરંતુ કોઇ કારણોસર તે અટકી પડી હતી.હવે મળેલી માહિતી અનુસાર, અનુષ્કા શર્મા 7 વરસ પછી ચકદા એક્સપ્રેસને રિલીઝ કરવાના પ્રયાસ કરી રહી છે.

