મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

મુંબઈમાં મરાઠી અભિનેત્રી ઉર્મિલા કોઠારેની કારે બે મજૂરોને મારી ટક્કર, એકનું મોત, એક્ટ્રેસને પણ થઈ ઈજા

મુંબઈના કાંદિવલી વિસ્તારમાં મરાઠી અભિનેત્રી ઉર્મિલા કોઠારેની કારની ટક્કર લાગવાથી એક મજૂરનું કરૂણ મોત નીપજ્યું હત

મુંબઈમાં મરાઠી અભિનેત્રી ઉર્મિલા કોઠારેની કારે બે મજૂરોને મારી ટક્કર, એકનું મોત, એક્ટ્રેસને પણ થઈ ઈજા

મુંબઈના કાંદિવલી વિસ્તારમાં મરાઠી અભિનેત્રી ઉર્મિલા કોઠારેની કારની ટક્કર લાગવાથી એક મજૂરનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં અન્ય એક મજૂર ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેની સારવાર ચાલી રહી છે. કાર અકસ્માતમાં અભિનેત્રી ઉર્મિલા અને તેના ડ્રાઈવરને પણ ઈજા થઈ હતી. તે ફિલ્મના શૂટિંગમાંથી પરત ફરી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. આ અકસ્માત પોઈસર મેટ્રો સ્ટેશન પાસે થયો હતો.

આ પણ વાંચો: પ્રખ્યાત અભિનેત્રી ડેલ હેડનનું શંકાસ્પદ મૃત્યુ, ઘરના બીજા માળના બેડરૂમમાંથી મળ્યો મૃતદેહ

કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને પછી ત્યાં મેટ્રો પ્રોજેક્ટ પર કામ કરી રહેલા મજૂરોને ટક્કર મારી, જેમાં એક મજૂરનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. બીજાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત થયો ત્યારે કાર ખૂબ જ સ્પીડમાં હતી.સદનસીબે ઉર્મિલાને ગંભીર ઈજા નહતી થઈ કારણ કે એરબેગ્સ સમયસર ખુલી ગયા હતા. પોલીસે ડ્રાઈવર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉર્મિલા મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી

ઉર્મિલા કોઠારે મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. તેણે 'દુનિયાદારી', 'શુભમંગલ સાવધાન' અને 'તી સાધ્ય કાઈ કરતે' જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરમાં જ ઉર્મિલાએ 'તુઝચ મી ગીત ગાત આહે' શોથી ટેલિવિઝન પર કમબેક કર્યું હતું, જે બ્લોકબસ્ટર સાબિત થયો હતો. આ શો ઉર્મિલાની 12 વર્ષ પછી નાના પડદા પર વાપસીની જાહેરાત પણ હતો.

આ સમાચાર શેર કરો