મલયાલમ ટીવી એક્ટર દિલીપ શંકરનું થયું નિધન, હોટલના રૂમમાંથી મળી લાશ
મલયાલમ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. મલયાલમ ટીવી એક્ટર દિલીપ શંકરનું નિધન થ

મલયાલમ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. મલયાલમ ટીવી એક્ટર દિલીપ શંકરનું નિધન થયું છે. આજે એટલે કે 29મી ડિસેમ્બરની સવારે તિરુવનંતપુરમની એક હોટલના રૂમમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. એક્ટર તેના ટીવી શો 'પંચગની'ના શૂટિંગ માટે તે જ હોટલમાં થોડા દિવસો રોકાયા હતા. જ્યારે હોટલના કર્મચારીઓને રૂમમાંથી દુર્ગંધ આવી ત્યારે આ વાત પ્રકાશમાં આવી જોકે તેમનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે હજુ સુધી માહિતી નથી મળી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. દિલીપના નિધનથી મલયાલમ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે, આ સમાચાર પછી તેમના ફેન્સ પણ ખૂબ દુઃખી થઈ ગયા છે.
આ પણ વાંચો: મુંબઈમાં મરાઠી અભિનેત્રી ઉર્મિલા કોઠારેની કારે બે મજૂરોને મારી ટક્કર, એકનું મોત, એક્ટ્રેસને પણ થઈ ઈજા
દિલીપ લોકપ્રિય ટીવી શો 'અમ્મેરિયાથે' અને 'પંચગની' માટે જાણીતા છે. એક્ટર થોડા દિવસોથી રૂમની બહાર નહતા નીકળ્યા. અધિકારીઓ એક્ટરના મૃત્યુનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બાબત હજુ તપાસ હેઠળ છે. જોકે, પ્રારંભિક અહેવાલો અનુસાર, હજુ સુધી તેમના મૃત્યુ પાછળ કોઈનો હાથ હોવાનું નથી જાણવા મળ્યું.
દિલીપ શંકર આ ટીવી શોમાં જોવા મળ્યા હતા
એક્ટરના આકસ્મિક મૃત્યુથી મલયાલમ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો છે. દિલીપ શંકર ટીવી અને ફિલ્મો બંનેમાં તેમની ઉત્તમ એક્ટિંગ માટે જાણીતા હતા. ફેન્સે તેમને ઘણો પ્રેમ આપ્યો છે. એક્ટર છેલ્લી વખત સિરિયલ 'પંચગની'માં ચંદ્રશેનનની ભૂમિકામાં જોવા મળ્યા હતા. તાજેતરમાં 'અમ્મેરિયાથે'માં તેમના પાત્ર પીટર માટે તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
એક્ટ્રેસ સીમા જી નાયરે કહી આ વાત
દિલીપના નિધનથી તેમના પ્રિયજનોને આઘાત લાગ્યો છે. દિલીપ શંકરના નિધન પછી એક્ટ્રેસ સીમા જી નાયરે એક હૃદયસ્પર્શી નોટ શેર કરી છે. એક્ટ્રેસે લખ્યું, “તે દુઃખની વાત છે, તમે મને પાંચ દિવસ પહેલા જ ફોન કર્યો હતો, પરંતુ તે સમયે હું તમારી સાથે યોગ્ય રીતે વાત નહતી કરી શકી. હાલમાં જ એક પત્રકારે મને ફોન કરીને આ અંગે માહિતી આપી હતી. આ ક્ષણે હું બીજું કંઈ લખી નથી શકતી. ”






