'સ્ક્વિડ ગેમ'ના મેકર્સે નવા વર્ષ પર આપી સરપ્રાઈઝ, ત્રીજી સીઝન સાથે જાહેર કર્યું પોસ્ટ ક્રેડિટ સીનનું રહસ્ય
કોરિયન વેબ સિરીઝ 'સ્ક્વિડ ગેમ' હાલમાં વિશ્વભરમાં ધૂમ મચાવી રહી છે. આ સિરીઝની બીજી સિઝન તાજેતરમાં જ રિલીઝ થઈ

કોરિયન વેબ સિરીઝ 'સ્ક્વિડ ગેમ' હાલમાં વિશ્વભરમાં ધૂમ મચાવી રહી છે. આ સિરીઝની બીજી સિઝન તાજેતરમાં જ રિલીઝ થઈ છે. દર્શકોને પ્રથમ સિઝનની સરખામણીમાં આ સિઝન થોડી નિસ્તેજ લાગી. બીજી સિઝનની વાપસી સાથે ત્રીજી સિઝનની ચર્ચા પણ તેજ થઈ ગઈ છે. મેકર્સે ઘણા ઇન્ટરવ્યુમાં તેના અંતિમ ભાગ વિશે પણ વાત કરી હતી. હવે નેટફ્લિક્સે ફેન્સને નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા પાઠવતા સિઝન 3ની રિલીઝની પુષ્ટિ કરી છે.
આ પણ વાંચો: હૃતિક રોશનની આ ફિલ્મ ફરી થઈ રહી છે રિલીઝ, જીત્યા હતાં 92 એવોર્ડ
'સ્ક્વિડ ગેમ'ની ત્રીજી સિઝન ક્યારે રિલીઝ થશે?
ફેન્સ 'સ્ક્વિડ ગેમ 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ આની ચર્ચા થઈ રહી છે. નવા વર્ષ નિમિત્તે ફેન્સનો ઉત્સાહ વધારવા માટે નેટફ્લિક્સે એક પોસ્ટ શેર કરી છે જેમાં બે ડોલ જોવા મળી રહી છે. જેમાંથી ફિમેલ ડોલને તમે બે સિઝન જોઈ હશે અને મેલ ડોલને બીજી સીઝ્ન્મના પોસ્ટ ક્રેડિટ સીનમાં જોઈ હશે.
પોસ્ટ શેર કરતી વખતે, નેટફ્લિક્સે કેપ્શનમાં લખ્યું, 'ઓલ ડોલ્ડ અપ એન્ડ રેડી." આગળ લખ્યું છે, "વર્ષ 2025માં સ્ક્વિડ ગેમ જોવા માટે તૈયાર થઈ જાવ." આ પોસ્ટ સામે આવ્યા બાદ ફેન્સની ખુશીની કોઈ સીમા નથી.
'સ્ક્વિડ ગેમ'ની સ્ટારકાસ્ટમાં કોણ હતું?
'સ્ક્વિડ ગેમ' હ્વાંગ ડોંગ-હ્યુક દ્વારા નિર્દેશિત કરવામાં અને લખવામાં આવી છે. સિરીઝના ત્રીજા ભાગ વિશે વાત કરતી વખતે તેણે કહ્યું હતું કે દર્શકોએ ભૂલથી પણ આ સિઝનને મિસ ન કરવી જોઈએ. આ એટલા માટે છે કારણ કે ડોંગ-હ્યુકે તેમાં ઘણી નવી વસ્તુઓ ઉમેરી છે જે દર્શકોને ખૂબ જ પસંદ આવશે, જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
તેની સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ તો, ગ-જે, લી બ્યુંગ-હુન અને વી હા-જુન મહત્ત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે. વધુમાં, યિમ સિ-વાન, કાંગ હા-ન્યૂલ, પાર્ક ગ્યુ-યંગ, પાર્ક સુંગ-હૂન, જો યૂ-રી, યાંગ ડોંગ-ગ્યૂન, કાંગ એ-સિમ, લી ડેવિડ અને લી જિન-યૂકે પણ આ સિઝનમાં સામેલ છે.
સિઝન 2નો અંતિમ એપિસોડ કેવો રહ્યો?
26 ડિસેમ્બરે રિલીઝ થયેલી 'સ્ક્વિડ ગેમ 2'ને નેટફ્લિક્સ પર ઘણી લોકપ્રિયતા મળી છે. દરેક જગ્યાએ દરેક લોકો આ શો વિશે વાત કરી રહ્યા છે. જોકે, શોના છેલ્લા એપિસોડની વધુ ચર્ચા થઈ રહી છે. છેલ્લા એપિસોડમાં દેખાડવામાં આવે છે કે મ્યાંગ-ગી (પ્લેયર નંબર 333), ડે-હો (પ્લેયર નંબર 388), ગ્યોંગ-સોક (પ્લેયર નંબર 246), યોંગ-સિક (પ્લેયર નંબર 007), હ્યુન-જૂ (પ્લેયર નંબર 120) જૂન-હી (પ્લેયર નંબર 222) અને જંગ-બે (પ્લેયર નંબર 390) ની ટીમ ગેમ્સ બનાવનારની સામે બળવો કરવાનો નિર્ણય કરે છે.
સિઓંગ ગી-હુન પણ આ બળવામાં જોડાય છે અને તે સાથે મળીને યુદ્ધ શરૂ કરે છે. જોકે, અંતે, લડાઈને નિયંત્રિત કરવા માટે, ખેલાડી નંબર 001 ફરીથી દરેક વસ્તુ પર નિયંત્રણ લઈ લે છે અને ફ્રન્ટ મેનની પોસ્ટ પર આવે છે.
એક સવાલ એ પણ છે કે ફ્રન્ટ મેન પાસે તક હોવા છતાં, તે ગી-હુનને ગોળી શા માટે નથી મારતો. તેના બદલે તેની આંખોની સામે તેના બેસ્ટ ફ્રેન્ડને મારી નાખે છે. હવે, ગી-હુન આગળ શું કરે છે અને સિરીઝમાં દેખાવમાં આવેલ પોલીસ ઓફિસર આઈલેન્ડને શોધી શકશે કે નહીં તે જોવા માટે, તમારે ત્રીજી સીઝન સ્ટ્રીમ થવાની રાહ જોવી પડશે.








