મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

હૃતિક રોશનની આ ફિલ્મ ફરી થઈ રહી છે રિલીઝ, જીત્યા હતાં 92 એવોર્ડ 

બોલિવૂડ એક્ટર રિતિક રોશનની પહેલી ફિલ્મ 22 વર્ષ બાદ ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. વાસ્તવમાં 10મી જાન

હૃતિક રોશનની આ ફિલ્મ ફરી થઈ રહી છે રિલીઝ, જીત્યા હતાં 92 એવોર્ડ 

બોલિવૂડ એક્ટર રિતિક રોશનની પહેલી ફિલ્મ 22 વર્ષ બાદ ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. વાસ્તવમાં 10મી જાન્યુઆરીએ હૃતિક રોશનનો 50મો જન્મદિવસ છે. આવી સ્થિતિમાં તેમની આ રોમેન્ટિક ફિલ્મ ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. વર્ષ 2000માં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. 

આપણ વાંચો : અમિતાભ બચ્ચનને આ વાતનો અફસોસ, 50 વર્ષથી  હૃદયમાં સતાવી રહ્યું આ દર્દ 

ફિલ્મનું નામ

આ ફિલ્મનું નામ 'કહો ના...પ્યાર હૈ' છે. વર્ષ 2000ની શરૂઆતમાં આમિર ખાન અને ટ્વિંકલ ખન્નાની ફિલ્મ 'મેલા' રીલિઝ થઈ હતી. જો કે આ ફિલ્મ લોકોનું મનોરંજન કરવામાં નિષ્ફળ રહી. ત્યારપછી એક અઠવાડિયા પછી હૃતિક રોશન અને અમીષા પટેલની 'કહો ના...પ્યાર હૈ' રિલીઝ થઈ. આ ફિલ્મે લોકોને દિવાના બનાવી દીધા. આ ફિલ્મ બહાર આવતાની સાથે જ થિયેટરોમાં ફેમસ થઈ ગઈ હતી.

અમીષા પહેલા કરીના કપૂર લીડ એક્ટ્રેસ હતી

વર્ષ 1998માં જ્યારે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારે હૃતિક અને કરીના કપૂર આ ફિલ્મમાં લીડ રોલમાં હતા. કરીનાએ ફિલ્મનું 10% શૂટિંગ પણ પૂર્ણ કર્યું હતું. જોકે, ફિલ્મના દિગ્દર્શક રાકેશ રોશન અને કરીના કપૂરની માતા બબીતા વચ્ચે કોઈ વાત પર સહમતિ ન બની શકી. આવી સ્થિતિમાં કરીનાને ફિલ્મમાંથી દૂર કરવામાં આવી અને અમીષા પટેલે ફિલ્મમાં એન્ટ્રી કરી.

લિમ્કા બુક ઓફ રેકોર્ડ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે કુલ 92 એવોર્ડ જીત્યા હતા. આવી સ્થિતિમાં સૌથી વધુ એવોર્ડ જીતવાને કારણે, 'કહો ના...પ્યાર હૈ'ને 'ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ'ની 2002ની આવૃત્તિમાં સામેલ કરવામાં આવી હતી. તેની સાથે આ ફિલ્મને 'લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ' (2003)માં પણ સામેલ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કુલ 276.87 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

આ સમાચાર શેર કરો